આજનાં સમયમાં દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તેને સાચો પ્રેમ કરનાર વ્યક્તિ મળે. ઘણા લોકો સાચા પ્રેમની તલાશમાં બેસી રહે છે, પરંતુ તેમને પ્રેમ મળતો નથી. દરેક વ્યક્તિ યોગ્ય સમય પર યોગ્ય વ્યક્તિની રાહ જુએ છે. એવું કહેવામાં આવે છે કે સાચો પ્રેમ થયા બાદ વ્યક્તિને મીઠા સપના આવવા લાગે છે. વ્યક્તિ પ્રેમ થયા બાદ પોતાની એક અલગ સપનાઓની દુનિયામાં ખોવાઈ જાય છે. પ્રેમ એક ખુબ જ અદભુત અનુભુતિ છે, જેને ફક્ત મહેસુસ કરી શકાય છે.
પ્રેમ તો બધા લોકો કરે છે પરંતુ સાચો પ્રેમ મળવો સરળ હોતો નથી. સાચા પ્રેમને દુર્લભ કહેવામાં આવે છે. આજકાલ લોકો સંબંધો જેટલા જલ્દી બનાવે છે એટલા જલ્દી તુટી પણ જાય છે. જો કોઈ સંબંધ પાછળ સ્વાર્થની ભાવના છે અથવા તો ફક્ત શારીરિક આકર્ષણ છે, તો આવો સંબંધ લાંબો સમય સુધી ચાલી શકતો નથી. આજકાલ ઘણા બધા લોકોની વચ્ચે નાની નાની વાતોને લઈને બ્રેકઅપ થવાની પરિસ્થિતિ ઉભી થઈ જાય છે.
વળી આજકાલના સમયમાં વધી રહેલા છુટાછેડા નાં પ્રમાણને જોઈને પણ સમજી શકાય છે કે રિલેશનશિપમાં સમસ્યાઓ કેટલી વધી રહી છે. જે સાચો પ્રેમ કરે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પાર્ટનર નો સાથ છોડશે નહીં. જો પાર્ટનરમાં કોઈ કમી હોય તો તેને તે દુર કરવાની કોશિશ કરે છે, પરંતુ સંબંધને ક્યારેય તુટવા દેતા નથી. પરંતુ જેમનો પ્રેમ સાચો નથી હોતો તે કોઈને કોઈ મતલબથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવા પાર્ટનરને એકબીજા સાથે સંબંધ તોડવામાં જરા પણ સમય લાગતો નથી.
ઘણી વખત પરિસ્થિતિ એવી પણ ઊભી થાય છે કે કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનરને ખુબ જ પ્રેમ કરતો હોય છે, પરંતુ તેમ છતાં પણ તે વ્યક્તિ તમારી લાગણી અને ભાવનાઓને સમજી શકતો નથી. બંને વચ્ચે નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડા થતા હોય છે તથા દરેક વાતને લઈને મતભેદ પણ ઊભા થાય છે. આવી પરિસ્થિતિમાં અંતમાં તેઓ એકબીજાથી અલગ થઈ જાય છે, પરંતુ ત્યારે મનમાં એવો સવાલ જરૂરથી ઉભો થાય છે કે આખરે આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તે આપણાથી દુર શા માટે થઈ જાય છે? તો આજે અમે તમને તમારા આ પ્રશ્નનો જવાબ અહીંયા જણાવીશું.
તમે પોતાના રોજિંદા જીવનમાં ઘણી વખત લોકોને એવું કહેતા જરૂરથી સાંભળ્યા હશે અથવા તો તમે પોતે પણ ઘણી વખત એવું કહેલું હશે કે આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તે આપણાથી દુર શા માટે ચાલ્યા જાય છે? તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તે મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય જ્યારે પણ કોઈ ચીજને પસંદ કરે છે તો તેની પાછળ તે પાગલ બની જાય છે. મનુષ્ય જેને પસંદ કરતો હોય છે તે વ્યક્તિને દરેક કામ અને દરેક જગ્યાએ મહત્વ આપવા લાગે છે. ક્યાંક ને ક્યાંક તે તેની લાઈફ સ્ટાઈલ ને પણ કંટ્રોલ કરવા લાગે છે.
પરંતુ જે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે, તેને આવા સંબંધોમાં ગભરામણ મહેસુસ થવા લાગે છે. કારણ કે દરેક મનુષ્યને થોડી પ્રાઇવેટ સ્પેસ જોઈએ છીએ. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તે ખુબ જ સારી વાત છે, પરંતુ દરેક સમયે તેને કંટ્રોલ કરવા અને તેને સ્પેસ ન આપવી બિલકુલ પણ સારી વાત નથી. કારણ કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં થોડી પર્સનલ સ્પેસ પણ જોઈતી હોય છે. તે હંમેશા તમારી સાથે બંધાઈને રહી શકતો નથી.
પ્રેમ કરવો ખોટું નથી, પરંતુ તેની અતિશયોક્તિ ખોટી છે. જેવી રીતે કોઈપણ પ્રકારના ભોજનમાં મીઠું વધારે અથવા ઓછું થવા પર તેનો સ્વાદ બરબાદ થઈ જાય છે. એવી જ રીતે જો પ્રેમ હદ થી વધારે કરવામાં આવે તો તે હાનિકારક બની શકે છે. એટલા માટે પોતાના સાથીને થોડી સ્પેસ જરૂરથી આપો અને પછી જુઓ કે તે પણ કેવી રીતે તમને પોતાનો સમય આપે છે.
તો આશા રાખીએ છીએ કે તમારા મનમાં રહેલા દરેક પ્રશ્નોના જવાબ તમને અહીંયા મળી ગયા હશે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી પોતાના મિત્રો સાથે શેર કરજો.