Wednesday, November 20, 2024
HomeGujarati Newsમાત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ...

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

આયુર્વેદમાં ગોખરુનું ખુબ જ મહત્વ છે. અહી તમને રસાયણ ચૂર્ણ ના ફાયદા, ગોખરુ ચૂર્ણ, ગોખરુના ફાયદા, રસાયણ ચૂર્ણ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ગોખરું દ્વારા ઘણા રોગોને મટાડી શકાય છે જેના લીધે ગોખરૂને આયુર્વેદમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ગોખરું એક એવી અગત્યની ઔષધી છે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દુર કરે છે. ગોખરુમાં ગામડામાં ઘાસ ઉગતી બધી જ જગ્યાએ જોવા મળે છે. ગોખરુંના બીજ એટલે કે ફળમાં કાંટા હોય છે.

ગોખરુના છોડ નાના ઘાસ જેવા હોય છે. જેમાં પીળા રંગના ફૂલ આવે છે અને બાદમાં ત્યાં ફળ બેસે છે. આ ગોખરું બીજના ચૂર્ણનો આયુર્વેદમાં મુખ્યત્વે ઉપયોગ થાય છે. ગોખરૂના છોડ પરના બીજ ઘાસ ચરતા ઘેટા બકરાની રુવાંટી પર ચોંટી જાય છે. અને જ્યાંથી બીજી જગ્યાએ તેનો ફેલાવો થાય છે અને ત્યાં ઉગે છે. ગોખરું લોકોની પીડા, દર્દ, વ્યાધિને દુર કરનારું ઔષધ છે. અમે અહિયાં આ ગોખરુના ફાયદાઓ વિશે જણાવીશું. ગોખરું દ્વારા અનેક રોગોને મટાડી શકાય છે જેમાં ખાસ કરીને ગુપ્ત રોગો અને શારીરિક પ્રજનન ક્ષમતા માટે તે ખુબ જ ઉપયોગી છોડ છે. ચાલો જાણીએ ગોખરું ક્યાં રોગમાં ઉપયોગી છે?

ગોખરુંનો ઉપયોગ કરવાની રીત: મોટાભાગની સમસ્યામાં ગોખરુંના ચૂર્ણનો ઉપયોગ થાય છે. આ ચૂર્ણ બનાવવા માટે સુકાયેલા ગોખરૂના બીજ લાવીને તેને ઘરે તડકામાં સુકાવા દેવા. થોડા સુકાઈ ગયા હોય તો તે ભેજ વિહીન બની જાય છે, ત્યારે તેને કોઈ ખાંડી શકાય તેવા પથ્થર કે ઓજાર વડે ખાંડી તેનું તેનો પાવડર બનાવી ભૂકો કરી લેવો. આ ભૂકાને યોગ્ય ચારણી વડે છાળી લઈને તેને ભેજ વગરના કાચના વાસણમાં મૂકી સાચવી લેવા અને જયારે જરૂર જણાય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

ગરમી મટાડે: ગોખરું પ્રકૃતિમાં ઠંડુ છે. શરીરની ઉષ્મા, ગરમીને તે તત્કાળ મટાડે છે. જેમનું શરીર ગરમ રહેતું હોય જેને ગોખરુંનું સેવન કરાવવામાં આવે તો તે શરીરની ગરમીને દુર કરે છે. ગોખરું ઉનાળામાં પણ ખુબ જ ઉપયોગી થાય છે. સાથે તે બળવર્ધક હોવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંસાર કરે છે. જે શરીરના થાકને દુર કરે છે.

કુપોષણ: દેશમાં ઘણા લોકોને કુપોષણની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા જન્મ સમયે યોગ્ય સમયે માતાનું ધાવણ નહિ મળવાથી થાય છે. આ સમસ્યાના ઇલાજમાં ગોખરું ખુબ જ ઉપયોગી છે. આ સમસ્યાના ઇલાજમાં ગોખરું, અશ્વગંધા, શતાવરી જેવી ઔષધીનો પાવડર બનાવી ક્લ્હાવાથી કુપોષણની સમસ્યા મટે  છે.

પથરી: ગોખરુંનો ઉપયોગ પથરીની સમસ્યા મટાડવા માટે પણ થાય છે. આ માટે ગોખરું ૩ ગ્રામ, સાકર 10 ગ્રામ, એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી લઈને તેને ધીમા તાપે ઉકળવા દેવી. આ મિશ્રણ માંથી જયારે પાણી બળી જાય ત્યારે ઠંડું પડવા દીધા બાદ ગાળીને દિવસમાં બે વખત સેવન કરવું. જેના લીધે પેશાબમાં પથરી ધીમે ધીમે ઓગળીને બહાર નીકળી જાય છે.

પેશાબમાંની લોહી નીકળવું: ઘણા લોકોને ઉનાળામાં કે ગરમી લાગવાથી પેશાબમાંથી પાણી પડવા લાગે છે. આ સમસ્યા વધારે તીખો અને વધારે ખોરાક ખાતા હોય તેવા લોકોને થાય છે. આ માટે આ સમસ્યાના ઈલાજ તરીકે ગોખરું, સાકર, દૂધ અને પાણીનો ઉકાળો કરીને પીવાથી પેશાબમાંથી પડતું લોહી બંધ થાય છે.

કમરનો દુખાવો: કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ ગોખરું ઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો દુખાવો મટાડવા માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.

પેશાબની તકલીફ: ગોખરુંને મૂત્ર સાફ લાવનાર માનવામાં આવે છે. ગોખરું, પાન ફૂટી, સાગના ફળ, કાકડીના બીજ, સાટોડીના મૂળ, ભોય રિંગણીના મૂળ અને ગળો. આ બધી જ ઔષધીને લઈને તેને પાણીમાં નાખીને ઉકાળો. આ બધી જ વસ્તુનો ઉકાળો પીવાથી મૂત્ર સમસ્યા તકલીફો મટે છે. આ સિવાય માત્ર એકલા ગોખરુંનો ઉકાળો પીવાથી પણ પેશાબ સંબંધી સમસ્યા મટે છે.

ગોખરું ઠંડું હોવાથી પેશાબની સમસ્યામાં વાપરી શકાય છે. પેશાગની સમસ્યામાં પેશાબ ન આવવો, પેશાબ ઓછો આવવો, પેશાબ અટકીને આવવો, પેશાબના બળતરા થવી, પેશાબ દુર્ગંધ વાળો આવવો કે પીળો આવવો વગેરે સમસ્યામાં ગોખરૂ ઉપયોગી છે. શુક્રાણુઓ માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુંનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. કીડની રોગોમાં પણ ગોખરું ઉપયોગી છે.

સાંધાનો વા: સાંધાનો વા, ગઠીયો વા કે આમવાત જેવી સમસ્યાઓમાં ગોખરું ખુબ જ લાભદાયી છે. એક ચમચી ગોખરુંનું ચૂર્ણ અને એક ચમચી સુંઠનું ચૂર્ણ બનાવીને તેને ઉકળતા પાણીમાં નાખીને પાણીને ઉકળવા દેવું. જયારે પાણી ઉકળી ગયા બાદ તેમાંથી માત્ર બે કપ જેટલું પાણી વધે ત્યારે તેને ઉતારી લઈ સવારે અને સાંજે પીવાથી કમરનો દુખાવો મટે છે. સાથે કમરનો દુખાવો, સાંધાની વેદના વગેરે સમસ્યા આ ગોખરૂથી મટે છે.

સ્ત્રી રોગ: સ્ત્રીઓને પ્રદર રોગ થયો હોય તો ગોખરુનું ચૂર્ણ અડધી ચમચી અને તેમાં ગાયનું ઘી એક ચમચી તેમજ ખડી સાકર એક ચમચી જેટલી લઈ તેને મિક્સ કરી સવારે અને સાંજે લેવાથી પ્રદર રોગ મટે છે. આ સીવાય ગોખરુનું ચૂર્ણ વાજીકરણ, વંધ્યત્વ અને નપુંસકતાની સમસ્યામાં પણ ઉપયોગી છે.

ટેસ્ટોસ્ટેરોન વધારવા: ગોખરૂના છોડને પુરુષોમાં યૌન હોર્મોન વધારવા માટે પણ અસરદાર માનવામાં આવ છે. ગોખરુંના બીજનું ચૂર્ણ બનાવીને પાણી કે દૂધ સાથે ચૂર્ણ કરવાથી પુરુષોમાં શુક્રકોષોનીઓ સંખ્યા વધે છે. જેનાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

ડાયાબીટીસ: ગોખરુંનું દરરોજ નિયમિત રીતે સેવન કરવામાં આવે તો રક્તમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણને ઘટાડી શકાય છે. એનાથી ડાયાબીટીસનું જોખમ પણ ઘટી જાય છે. જો ડાયાબીટીસની તકલીફ રહેતી હોય તો ગોખરુનું ચૂર્ણ પાણી સાથે લેવાથી બ્લડમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે. જેના આ મધુપ્રમેહને રોકી શકાય છે.

વંધ્યત્વ: ગોખરું મહિલાઓમાં પીસીઓસને યોગ્ય કરવામાં ઉપયોગી છે. ગોખરું વંધ્યત્વ સૌથી મોટું ઔષધ માનવામાં આવે છે. ગોખરું માસિક સ્ત્રાવ દ્વારા દુખાવાથી છુટકારો મેળવવામાં ઉપયોગી છે.  ગોખરું મહિલાઓમાં યોગ્ય ઉમર પહેલા આવતા મેનોપોઝ્ના જોખમને પણ ઓછું કરે છે.

ચામડી માટે: એક્ઝીમાંના કારણથી જ્યારે ચામડી પર ખંજવાળ આવવા લાગે ત્યારે ગોખરું ખુબ જ ઉપયોગી થાય છે. એક્ઝીમાની તકલીફમાં ગોખરૂના બીજ અને સુકા પાંદડાનું ચૂર્ણ કરીને ચામડી પર પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ચામડીની તકલીફ મટે છે.

ગોખરુંના ચૂર્ણ અને એક ચમચી સાકર સાથે એક ગ્લાસ દુધમાં મિશ્ર કરી પીવાથી મૂત્રાવરોધ, મૂત્ર કષ્ટ અને મૂત્રદાહ મટે છે. એક ચમચી ગોખરુંનો ઉકાળો લેવાથી પથરી મટે છે. ગોખરુંના દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપિત્ત મટે છે.

ઉદરીની સમસ્યામાં જેમાં માથા, દાઢી, મુછ અને આંખ વગેરે પરના વાળ ખરી જાય છે. તેમાં ગોખરું અને તેલના ફૂલ સરખા ભાગે લસોટી મધ અને ઘીમાં મેળવી લેપ કરવાથી ચમચીની આ સમસ્યાઓ મટે છે.

નપુસંકતા: પુરુષોની નપુંસકતા દુર કરવા માટે ગોખરુંનું ફળ ખુબ જ લાભદાયક છે. તેનું ફળ કાંટાવાળું હોય છે અને તેને ઔષધીના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોખરૂના 10 ગ્રામ જેટલા બીજને લઈને તેનું ચૂર્ણ બનાવીને તેને કાળા તલના ભેળવી 230 ગ્રામ દૂધ સાથે પકાવી લઈને જયારે દૂધ ઘટ્ટ થાય ત્યારે તેમાં ખાંડ નાખીને સેવન કરવાથી નપુંસકતા દુર થાય છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણ: જો તમે નિયમિત રીતે ખાલી પેટ ગોખરું અને દૂધનું સેવન કરોતો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. ગોખરુનું સેવન કોલેસ્ટ્રોલ પ્રમાણ વધારશે અને હ્રદય રોગને મટાડે છે. તેના દૈનિક સેવન દ્વારા હ્રદયને લગતી તમામ બીમારીઓ દુર રહે છે.

એનીમિયા: ગોખરુનું સેવન કરવાની એનીમીયાની તકલીફ મટે છે. ગોખરુંનું ચૂર્ણ અને દૂધ સાથે સવારે ખાલી પેટ લેવાથી એનીમીયાની તકલીફમાં ફાયદો થાય છે. ગોખરું શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે જેના લીધે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી એનીમિયાની તકલીફ મટે છે.

ગર્ભાવસ્થા: ગોખરું પુરુષો જેટલું મહિલાઓ માટે પણ ઉપયોગી છે.  ગોખરુંનું સેવન કરવાથી સ્ત્રીઓમાં ગર્ભ રહે છે. સાથે અનિયમિત રીતે થતો માસિક સ્ત્રાવ અટકે છે. જેમ કસુવાવડની સમસ્યા પણ ગોખરું  દ્વારા અટકાવી શકાય છે. આ સિવાય ગર્ભપાતની સમસ્યામાં પણ ગોખરું ઉપયોગી છે.

શ્વસન તંત્ર સમસ્યા: ગોખરું શ્વાસને લગતી સમસ્યા અટકાવે છે. તે શ્વસન તંત્રમાં કફની સમસ્યાને રોકે છે. જે ફેફસામાં રહેલા કફને ઓગાળે છે અને શરીરમાંથી બહાર કાઢે છે. જેથી કફ, અસ્થમા, ઉધરસ જેવી સમસ્યાને પણ અટકાવે છે તેમજ દુર કરે છે. આ ઈલાજ માટે 2 થી 3 ગ્રામ ફળનું ચૂર્ણ સુકાયેલા અંજીર સાથે લેવાથી આ સમસ્યા મટે છે.

પાચન તંત્ર: પાચન તંત્રની સમસ્યામાં ઉપયોગી છે. પાચનતંત્રમાં તે ગેસ, વાયુ કે એસીડ ઝરવાની સમસ્યામાં રાહત આપે છે. તે શરીરમાં યોગ્ય પાચન તંત્ર સમસ્યામાં ઘટાડો કરીને તે કબજિયાત, ઝાડા અને મરડો જેવી સમસ્યાઓ મટાડે છે. સાથે તે હરસમસા જેવી સમસ્યામાં પણ ઉપયોગી થાય છે.

રક્તપિત્ત: રક્તપિત્તની સમસ્યામાં નાક અને કાનમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. ગરમ પ્રકૃતિ ધરાવતા લોકોમાં આ તકલીફ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જે રક્ત અને પિત્ત રોગોમાં ફાયદો કરે છે. નાક અને કાનમાંથી લોહી નીકળવા સમસ્યામાં ગોખરુંના ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો થાય છે. જે શરીરમાં આવેલા સોજાને પણ દુર કરે છે.

તાવ: તાવમાં ગોખરુંની 15 ગ્રામ છાલને 250  ગ્રામ દુધમાં ઉકાળીને સવારે અને સાંજે પીવડાવવાથી વંધ્યત્વની સમસ્યા અટકે છે. આ ઉકાળામાંથી થોડો ઉકાળો વધે ત્યારે તેને સાચવી લઈને 3 થી 4  વખત દિવસમાં લેવાથી તાવ ઉતરી જાય છે. આ સિવાય ગોખરુનું ચૂર્ણ લેવાથી તાવ મટે છે.

શીઘ્રપતન: ગોખરુંનું ચૂર્ણ ઉપયોગમાં લેવાથી શીઘ્રપતનની સમસ્યા અટકાવી શકાય છે. આ સમસ્યાના ઈલાજ તરીકે ગોખરું લઈને તેને પાણીમાં ઉકાળો. આ પાણીને ઉકળતા માત્ર એમાંથી અડધું પાણી વધે ત્યારે તેમાં દૂધ અને ખાંડ નાખીને સેવન કરવાથી શીઘ્રપતનની સમસ્યા અટકે છે.

જળોદર: આ સમસ્યામાં પેટ ફૂલી જાય છે. વધારે પાણી અને ગેસની તકલીફને કારણે પેટ ફૂલી જાય છે. આ પેટ ફૂલી જવાની સમસ્યામાં ગોખરૂનું ચૂર્ણ ફાયદો કરે છે. ગોખરૂના ચૂર્ણનું સેવન કરવાથી પેટમાંથી ગેસ બહાર નીકળે છે અને પેટની તકલીફ મટે છે. સાથે મૂત્ર વાટે વધારાના પાણીના જથ્થાને પણ બહાર કાઢે છે.

છાતીમાં દુખાવો: ગોખરું છાતીમાં દુખાવો મટાડવા માટે ઉપયોગી છે. આ એક પ્રકારે હ્રદયના દુખાવાની કે હાર્ટએટેકની સમસ્યાના લક્ષણો છે. જયારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગોખરુંનું ચૂર્ણ અને પાણી કે દુધમાં ગરમ કરીને તેમાં મધ નાખીને સેવન કરવાથી છાતીમાં દુખાવો મટે છે.

આમ, ગોખરું એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે ઘણીબધી ઉપરોક્ત સમસ્યામાં ઉપયોગી છે. આ સમસ્યામાં મુખ્યત્વે તે શારીરીક પ્રજનન સમસ્યાઓ, નપુંસકતા, શીઘ્રપતન અને વંધ્યત્વ જેવી સમસ્યાઓને મટાડે છે. માટે તેને ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી તકલીફોમાંથી છુટકારો અપાવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments