સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ઈન્દોરને છઠ્ઠી વખત પ્રથમ સ્થાન મળ્યું છે. બીજી તરફ મોટા રાજ્યોમાં મધ્યપ્રદેશને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે નાના રાજ્યોમાં ત્રિપુરા પ્રથમ ક્રમે છે.
જ્યારે મધ્યપ્રદેશમાં લોકો આ જીતની ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતા શહેરોને અભિનંદન આપતા સમગ્ર દેશમાં ઈન્દોર મોડલ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે માહિતી આપી હતી કે, સ્વચ્છ સર્વેક્ષણ 2022 પુરસ્કારોમાં મધ્યપ્રદેશના ઈન્દોરને સતત છઠ્ઠી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે આ લિસ્ટમાં સુરતનો બીજો અને મુંબઇ ત્રીજા સ્થાન પર છે. આ લિસ્ટ શનિવારે બહાર પાડવામા આવી હતી.