Wednesday, November 20, 2024
HomeGujarati Newsનવરાત્રી ના પવિત્ર અવસર પર ગુજરાત ના ૪-શક્તિપીઠો ની જાણો શું છે...

નવરાત્રી ના પવિત્ર અવસર પર ગુજરાત ના ૪-શક્તિપીઠો ની જાણો શું છે વિશેષતા. જાણો દેવી સતી ના ક્યા-ક્યા અંગો અહી પડેલ છે.

હાલ આખા ભારતમાં નવરાત્રીનો પવિત્ર મહોત્સવ ચાલી રહ્યો છે. એવામાં આપણે નવરાત્રીમાં મા નવદુર્ગાની આરતી, ઉપાસના કરીને ગરબે રમતા હોઈએ છીએ. ભારતમાં કુલ 52 શક્તિપીઠો આવેલા છે. જેમાંથી ચાર શક્તિપીઠો આપણા ગુજરાત રાજ્યમાં આવેલા છે. જેમાં દેવી સતીના શરીરના ટુકડાઓ 52 જગ્યાએ પડ્યા હતા. જેમાં ગુજરાતના ચાર જગ્યા એવા છે કે જ્યાં માતા સતીના શરીરના ટુકડાઓ પડેલા છે. આ ચાર શક્તિપીઠોની વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને તેને શું શું વિશેષતા છે એ પણ આપણે આજે જાણીશું.

ગુજરાતનું અંબાજી શક્તિપીઠ- બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા ની ગિરિમાળામાં આવેલો ગબ્બર પર્વત ઉપર આરાસૂર નો શિખર તરીકે ઓળખાય છે. અહીં ભગવતી જગદંબાએ આરાસુરનો સંહાર કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર ઉપર માતા સતીના હૃદયનો ભાગ કરીને પડ્યો હતો. આથી અહીં શક્તિપીઠોમાં હૃદય સ્થાન ધરાવે છે અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. પરંતુ તેનું સ્થાનક તો ગબ્બર પર્વત જ ઓળખાય છે. અહીં અખંડ ઘીનો દીવો આજે પણ સતત પ્રગટે છે અને ભક્તો અહીં આવી ને માતાના આશીર્વાદ લેતા હોય છે.

પાવાગઢ શક્તિપીઠ- કહેવાય છે કે પાવાગઢ શક્તિપીઠમાં સતી માતાના શરીરના ટુકડા ના જમણા પગની એક આંગળી પડી હતી. એટલે અહીં શક્તિપીઠ આવેલું છે. આ ઉપરાંત માતા મહાકાળી એ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. ઉપરાંત મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું અને અહીં માતા મહાકાળી ના નામથી પ્રસિદ્ધ થયા હતા.

બહુચરાજી શક્તિપીઠ- ગુજરાત ના મહેસાણા પાસે આવેલું બહુચરાજીનું સ્થાનક પણ શક્તિપીઠ માનું એક છે. અહીં સતી માતાના શરીરનો ડાબો હાથ પડ્યો હતો. અહીં વિશેષતા એ છે કે જો કોઈ નાનું બાળક સમયસર બોલતા ના શીખે અથવા અટકીને બોલે તો આ મંદિરમાં માનતા રાખવાથી માં બહુચરાજી માતાજી બધી જ મનોકામના પૂરી કરે છે.

અને ગુજરાતનું ચોથું શક્તિપીઠ એટલે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર. કહેવાય છે કે હજુ ત્રણ વર્ષ પહેલાં જ આ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયું છે અને માન્યતા મળી છે. લોકો ઠેર ઠેરથી અહીં દર્શન કરવા આવતા હોય છે અને માતાના દર્શન કરીને ભાવવિભોર થતા હોય છે. આમ નવરાત્રીના દિવસોમાં ગુજરાતના ચાર શક્તિપીઠ ના દર્શન કરીને લખો ધન્યતા અનુભવતા હોય છે અને માતાના આશીર્વાદ લેતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments