ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ મહિલાઓને સ્વેચ્છાએ ગર્ભપાત કરાવવાનો અધિકાર આપ્યો છે. પછી ભલે તે પરિણીત હોય કે અપરિણીત. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ પરિણીત મહિલાને બળજબરીથી ગર્ભવતી બનાવવી એ બળાત્કાર ગણી શકાય. ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિણીત મહિલાઓની જેમ અવિવાહિત મહિલાઓ પણ 24 અઠવાડિયા સુધી કોઈની મંજૂરી વગર ગર્ભપાત કરાવી શકે છે. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પરિણીત હોય કે અપરિણીત તમામ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે આજે દેશની તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો છે, પછી તે પરિણીત હોય કે અપરિણીત. આ ઐતિહાસિક નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ દરેક વ્યક્તિને 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાનો અધિકાર છે. આ અધિકારમાં મહિલા પરિણીત છે કે અપરિણીત છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલાની વૈવાહિક સ્થિતિને તેની અજાણતા ગર્ભાધાન ખતમ કરવાના અધિકારથી વંચિત રાખવાનું કારણ ન બનાવી શકાય. અવિવાહિત અને અપરિણીત મહિલાઓને પણ આ કાયદા હેઠળ ગર્ભાવસ્થાના 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાનો અધિકાર છે.