શેર બજારમાં રોકાણ કરીને કમાણી કરવાની ઇચ્છા સૌની હોય છે. લોકોએ હવે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં ખરીદી શરૂ કરી દીધી છે. પાછલા કેટલાક સમય સુધી આ શેરોની વધુ ડિમાન્ડ ન હોતી. જે રોકાણકાર લાંબી અવધિ માટે રોકાણ કરવા માગે છે, તોમના માટે એક્સપર્ટ સંદીપ સબરવાલે સલાહ આપી કે, તેઓ આ બન્ને સેક્ટરના સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. સંદીપ સબરવાલે કહ્યું કે, ઇન્ડિયન હોટલ્સ અને ટીટાગઢ વેગન જેવી કંપનીઓ પણ સારું પ્રદર્શન કરી રહી છે. ઓટો સ્ટોકમાં પણ ઠીક ઠાક મૂવમેન્ટ છે. જ્યારે કેટલાક કેપિટલ ગુડ્સ સ્ટોક પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
સંદીપ સબરવાલનું કહેવું છે કે, ઓટો ઉપકરણ બનાવનારી કંપનીઓના શેરોમાં પણ સારી તેજી જોવા મળી રહી છે, જ્યારે કેટલાક દિવસો પહેલા ટાયર બનાવનારી કંપનીઓના શેરો પણ ખરીદવાનો સારો સમય હતો. સંદીપ સબરવાલે કહ્યું કે, શેર બજારમાં હાલનો માહોલ જોતા સમજદારીથી શેરોને પકડવાની જરૂર છે.
સંદીપ સબરવાલે કહ્યું કે, શરૂઆતમાં ભારતીય શેર બજાર ગ્લોબલ ટ્રેન્ડને ધ્યાનમાં નહોતું લઇ રહ્યું, પણ હવે બજાર તેના પર ધ્યાન આપી રહ્યું છે. એ જોવું રસપ્રદ હશે કે, બજાર ગ્લોબલ ટ્રેન્ડથી ક્યાં સુધી ચાલે છે. સંદીપ સબરવાલે કહ્યું કે, પાછલા કેટલાક સમયમાં NCCનું મેનેજમેન્ટ કંઝર્વેટિવ થઇ ગયું છે. તેથી તેમણે કંપનીના કારોબાર અને કમાણી વિશે કંજર્વેટિવ ગાઇડન્સ આપી છે. તેની બેલેન્સ શીટ સુધરી રહી છે અને એવું લાગે છે કે, કંપની ડિવિડન્ડ આપવાની સ્થિતમાં આવી ગઇ છે.
સંદીપ સબરવાલે કહ્યું કે, હવે રોકાણકારોએ ડાયગ્નોસ્ટિક્સ બાસ્કેટથી નીકળવાની જરૂર છે. ડાયગ્નોસ્ટિક્સ કારોબાર હવે પ્રતિયોગિતા વાળો થઇ ગયો છે. સતત નવી કંપનીઓ આવવાથી ડાયગ્નોસ્ટિક્સનો ચાર્જ લેતી કંપનીઓની ક્ષમતા પર અસર પડવાની આશંકા છે. કોરોનાના કારણે જ્યારે સામાન્ય લોકો પણ ટેસ્ટિંગ કરાવવા લાગ્યા હતા, એ સમય હવે વીતી ચૂક્યો છે. આવતા વર્ષમાં ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓમાં ગ્રોથ ઓછો આવી શકે છે. તે સિવાય અમેરિકાના જોબ ડેટાના કારણે પણ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બનેલો છે અને રોકાણકારોને અમુક સેક્ટરમાં ખરીદી માટે સલાહ આપવામાં આવી રહી છે.