વંદે ભારત એક્સપ્રેસ ટ્રેલ(Vande Bharat Express Trail): નવી વંદે ભારત એક્સપ્રેસનું આજે ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ રન દરમિયાન નવી વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેન(Bullet Train)નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે, ટ્રેનના ટ્રાયલ રનએ માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ અંગે માહિતી આપતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ શુક્રવારે કહ્યું હતું કે, આ ટ્રેન ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે.
ટૂંક સમયમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડવા માટે તૈયાર
તમને જણાવી દઈએ કે, ભારતની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડવા માટે તૈયાર થઈ જશે. ટ્રાયલ રનના પરિણામોની જાહેરાત કરતા રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનની ત્રીજી અને અંતિમ ટ્રાયલ ગુરુવારે પૂર્ણ થઈ હતી. તેણે 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ 52 સેકન્ડમાં પૂરી કરી હતી, જ્યારે બુલેટ ટ્રેનને આ સ્પીડ હાંસલ કરવામાં 54.6 સેકન્ડનો સમય લાગ્યો હતો. આ નવી ટ્રેનની મહત્તમ સ્પીડ 180 kmph છે. જૂના વંદે ભારતની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે.
ટ્રેનનો સ્કોર 3.2 છે જ્યારે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્કોર 2.9
રેલવે મંત્રી વૈષ્ણવે વધુમાં કહ્યું કે, ટ્રેનમાં આરામદાયક મુસાફરી માટે ઘણી સુવિધાઓ છે. તેમજ ક્વોલિટી અને રાઈડ ઈન્ડેક્સમાં પણ સુધારો થયો છે. આ પરિમાણો પર ટ્રેનનો સ્કોર 3.2 છે જ્યારે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્કોર 2.9 છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેને તેની છેલ્લી ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે અને તેના રૂટ અને દોડવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ચલાવવામાં આવી શકે છે.