ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ, એટલે કે વન-ડે વર્લ્ડ કપ ગુરુવારથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. સવારે ન્યૂઝીલેન્ડની ટીમે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. સાંજે 6 વાગ્યા પછી ઇંગ્લેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે.
વર્લ્ડ કપ શરૂ થયાના એક દિવસ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે કેપ્ટન ડે સેરેમની યોજાઈ હતી, સાથે જ WCની ટીમ્સના કેપ્ટનની પ્રેસ-કોન્ફરન્સ પણ યોજાઈ. વાંચો પ્રેસ-કોન્ફરન્સનો વિગતવાર અહેવાલ…
પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ટીમ્સના કેપ્ટન્સની કહેલી વાતો…
રોહિતે કહ્યું- સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે
વર્લ્ડ કપ માટે દરેક ટીમના કેપ્ટન સાથે સવાલ-જવાબો થયા. ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે ભારતમાં વર્લ્ડ કપ હોવાથી મજા આવશે અને ટીમ ફ્રેશ છે એટલે વધુ સારું લાગી રહ્યું છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી અમને સારો અનુભવ મળ્યો છે, જે વર્લ્ડ કપમાં કામ આવશે.
તેણે વધુમાં કહ્યું, ટુર્નામેન્ટ ઈન્ડિયામાં છે, આથી હું ખૂબ એક્સાઇટેડ છું. માત્ર ભારતની જ નહીં પરંતુ દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું જોવા મળશે. અમારી ટીમને તો સપોર્ટ કરવા ફેન્સ આવશે, પરંતુ સાથે-સાથે દરેક ટીમને સપોર્ટ કરવા પણ ફેન્સ સ્ટેડિયમમાં આવશે. ટુર્નામેન્ટ ખૂબ જ સક્સેફુલ જશે.
પાક. કેપ્ટન બાબરે કહ્યું- હૈદરાબાદી બિરયાની ખાઈને મજા આવી
ઈન્ડિયા-પાકિસ્તાન મેચના સવાલ પર પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબરે કહ્યું, છેલ્લા એક વીકથી અમે અહીં જ છીએ, આથી અમે એટલું પ્રેશર અનુભવતા નથી. એશિયન કંડિશન સરખી હોવાથી અમે પિચ સાથે ટેવાયેલા છીએ.
ભારત અને પાકિસ્તાનની મેચ પર માત્ર આ બંને દેશ વચ્ચે જ નહીં, પરંતુ દરેક દેશની નજર હોય છે. આથી હું વધુ એક્સાઇટેડ છું. રવિ શાસ્ત્રીએ બાબર આઝમને પૂછ્યું કે હૈદરાબાદી બિરયાની કેવી લાગી…. તો બાબરે જવાબ આપ્યો કે મેં ખૂબ જ આ વિશે સાંભળેલું હતું અને જ્યારે અમે આ બિરયાની ખાધી તો સાચે જ મજા આવી.
પાકિસ્તાનના કેપ્ટન બાબરે કહ્યું કે ભારતમાં અમારી આગતા-સ્વાગતા ખૂબ જ સારી રીતે થઈ. અમને એવું લાગ્યું જ નથી કે અમે ભારતમાં છીએ. તેણે વધુમાં કહ્યું હતું કે અમારી ટીમનું સૌથી મજબૂત પાસું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે
ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું- ભારતમાં રમવું મજાની વાત
ઈન્ડિયામાં મેચ પેશન સાથે જોવાય છે, એ સવાલ પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે એક સ્પોર્ટ્સ લવર અને પ્લેયર તરીકે ભારતમાં રમવું એક મજાની વાત છે. અહીંના લોકો ખૂબ પેશન સાથે મેચ જોવા આવે છે અને દરેક ટીમને સપોર્ટ કરે છે.
શ્રીલંકન કેપ્ટન પ્લેયર્સની ઈજાઓથી પરેશાન
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું હતું કે અમારી ટીમ છેલ્લા થોડા સમયથી ઈજાઓથી ઝઝૂમી રહી હતી, પરંતુ હવે ફ્રેશ થઈને એ લોકો પણ આવી ગયા છે. મહિષ થિક્સાના અમારા માટે મહત્ત્વનો છે.
ઇંગ્લેન્ડ કેપ્ટન વર્લ્ડ કપ માટે ઉત્સાહિત
ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરએ કહ્યું, 2015 પછી અમારી ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં રિવોલ્યૂશન આવ્યું, જેનું શ્રેય ઓઈન મોર્ગનને જાય છે. અમે તેની જ કેપ્ટનશિપમાં 2019નો વર્લ્ડકપ જીત્યા હતા. હવે આ ટુર્નામેન્ટ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું.
ICC Men's Cricket World Cup Captains' Day event beginning shortly in Ahmedabad, Gujarat.
— ANI (@ANI) October 4, 2023
All 10 Cricket Captains on the stage. pic.twitter.com/pqzfk5iP10
ન્યૂઝીલેન્ડની ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 8 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ રમવા માટે ચેન્નઈ પહોંચી ગઈ છે
રોહિત શર્મા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને મળ્યો
બુધવારે બપોરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા દસ કેપ્ટનનું ફોટોશૂટ થશે. આ માટે તમામ ટીમોના કેપ્ટન અમદાવાદ પહોંચી ગયા છે. આ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બાબર આઝમને મળ્યો હતો.
ટ્રેન્ટ બોલ્ટ, ટોમ લાથમ સહિતના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી
ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વોર્મ અપથી કરી હતી, જેમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, વાઇસ-કેપ્ટન ટોમ લાથમ, લેગ સ્પિનર ઈશ સોઢી, ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર, જિમી નિશમ સહિતના ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો. કેપ્ટન કેન વિલિયમ્સન થોડીવાર પછી પ્રેક્ટિસ સેશનમાં જોઈન થયો હતો.
પ્લેયર ફૂટબોલ રમ્યા અને પછી કેચિંગ પ્રેક્ટિસ કરી
ટીમના બધા જ ખેલાડીઓ પછી ફૂટબોલ રમ્યા હતા. તેઓ રાઉન્ડ બનાવીને એક પછી એક બોલ પાસ કરતા હતા. આ પછી તેમણે ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી, જેમાં કેચિંગ અને રનઆઉટની પ્રેક્ટિસનો સમાવેશ થાય છે.
કિવી ટીમ ૩ કલાક પ્રેક્ટિસ કરશે
ન્યૂઝીલેન્ડની ટીમ કુલ ૩ કલાક પ્રેક્ટિસ કરશે. આ પછી 2.30 વાગ્યે બધી જ ટીમના કેપ્ટન મીડિયા સાથે વાતચીત અને ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે. ઇંગ્લેન્ડની ટીમ સાંજે 6 વાગ્યાથી પ્રેક્ટિસ શરૂ કરશે, જે રાત્રે 9 વાગ્યે પૂરી થશે.
વિરાટ કોહલીએ કહ્યું- મારી પાસે ટિકિટ માગશો નહીં
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તેના મિત્રોને વિનંતી કરી છે કે તે તેની પાસે વર્લ્ડ કપ મેચની ટિકિટ ન માગે. બુધવારે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં કોહલીએ લખ્યું, હું મારા તમામ મિત્રોને વિનંતી કરું છું કે કૃપા કરીને વર્લ્ડ કપ દરમિયાન મારી પાસે ટિકિટની વિનંતી ન કરો. દરેક વ્યક્તિ તમારા ઘરેથી મેચનો આનંદ માણો.
પહેલી મેચ રમાશે
વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચ ગત વખતની ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે