ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે અમદાવાદમાં ખરાખરીના ખેલની સાથે જ ગુરુવારે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થશે. ક્રિકેટનો આ મહાકુંભ 46 દિવસ સુધી ચાલશે. સેમિફાઇનલ પહેલાં દરેક ટીમ 9 મેચ રમશે. 15 અને 16 નવેમ્બરે સેમિફાઇનલ અને 19 નવેમ્બરે ફાઇનલ મેચ હશે.
વર્લ્ડ કપમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની આ 5 વાત આપણી આશા વધારશે
1. આ વર્ષે સૌથી વધુ વન-ડે જીત્યા
ભારત વન-ડે ક્રિકેટની નંબર-1 ટીમ છે. આ વર્ષે સૌથી વધુ 15 મેચ જીત્યા. હાલમાં જ ભારત એશિયાની ટોચની ટીમ બની. સાથે જ ઑસ્ટ્રેલિયાની સીરિઝ જીતી છે.
2. રોહિત-વિરાટ, સૌથી અનુભવી
માત્ર 3 ખેલાડી 250+ વનડે રમ્યા છે. વિરાટ, રોહિત અને મુશ્ફિકુર. સૌથી વધુ રન અને સદી વિરાટ (13083 રન, 47 સદી) અને રોહિત (10112 રન, 30 સદી)ના છે.
3. આપણી પિચ પર જીતની શક્યતા
વર્લ્ડ કપ ભારતમાં રમાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્લ્ડ કપ યજમાન ટીમે જ જીત્યા હતા. 2011માં ભારત, 2015માં ઑસ્ટ્રેલિયા અને 2019માં ઇંગ્લૅન્ડે જીત્યો હતો.
4. લાંબા સમય પછી બેટ્સમેન ફોર્મમાં
આપણા 4 બેટ્સમેન (રોહિત, વિરાટ, શુભમન, રાહુલ) 50+ની સરેરાશથી રન કરે છે. રાહુલ સિવાયના તમામનો સ્ટ્રાઇકર રેટ 100ની ઉપર છે.
5. પેસ બોલરની ત્રિપુટી, સ્પિન પણ
શમી, બુમરાહ, સિરાજની ત્રિપુટી છે. સિરાજ 14.70ની સરેરાશથી આ વર્ષે વિશ્વના સૌથી અનુકૂળ બોલર છે. કુલદીપ યાદવ ટ્રમ્પ કાર્ડ બની શકે છે.
8 ઓક્ટોબર | ઑસ્ટ્રેલિયા |
11 ઓક્ટોબર | અફઘાનિસ્તાન |
14 ઓક્ટોબર | પાકિસ્તાન |
19 ઓક્ટોબર | બાંગ્લાદેશ |
22 ઓક્ટોબર | ન્યૂ ઝીલૅન્ડ |
29 ઓક્ટોબર | ઇંગ્લૅન્ડ |
2 નવેમ્બર | શ્રીલંકા |
5 નવેમ્બર | દ. આફ્રિકા |
12 નવેમ્બર | નેધરલૅન્ડ્સ |