Wednesday, November 20, 2024
HomeGujarati Newsઆતંકવાદી પન્નુએ હવે વર્લ્ડ કપને લઈને ધમકી આપી:કહ્યું- 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી...

આતંકવાદી પન્નુએ હવે વર્લ્ડ કપને લઈને ધમકી આપી:કહ્યું- 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ દેખાશે

શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી છે. તેમની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે- ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે.

પન્નુનો આ ઓડિયો તેના સમર્થકો અલગ અલગ આઈડી પરથી વાયરલ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો છે.

તો, મંગળવારે રાત્રે પંજાબના ગુરદાસપુરના બટાલામાં બીજેપી અધ્યક્ષ (પ્રમુખ) હરસિમરન સિંહ હીરા વાલિયાના ઘરની બહાર દિવાલ પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. વાલિયાને ભૂતકાળમાં પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 12 વર્ષ બાદ ભારતમાં 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. અહીં પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે જે ગત વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી.

NIAએ 5 દિવસ પહેલા કાર્યવાહી કરી હતી

માત્ર 5 દિવસ પહેલા જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કરી છે. NIAએ અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની 46 કનાલ (લગભગ 6 એકર) સંપત્તિ જપ્ત કરી છે.

ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે. તેમની પાસે અહીં ખેતીની જમીન છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15 Cમાં છે. NIAએ અગાઉ 2020માં અટેચ કર્યું હતું. હવે NIAએ તેમના કબજામાં કરી લીધું છે. કાયદેસર રીતે, પન્નુ હવે આ મિલકતોના માલિક નથી. આ મિલકત હવે સરકારની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments