પારિવારિક જીવનની અંદર સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિ સાથે આવતીને જતી રહેતી હોય છે, જ્યારે સુખની ઘડી આવે ત્યારે આપણા ભૂતકાળના દિવસોને ક્યારેય પણ ભૂલી જવા જોઈએ નહીં અને જ્યારે દુઃખની ઘડી આવે ત્યારે વધુ નિરાશ થવું જોઈએ નહીં, હાલ રોજબરો જુદા જુદા પરિવારમાંથી અવનવી ઘટનાઓ આપડી સામે આવી જતી હોય છે..
એ ઘટનાઓને જાણ્યા બાદ સામાન્ય વ્યક્તિ ખૂબ જ ઊંડા આઘાતમાં પણ ચાલ્યો જતો હોય છે, અત્યારે એક પરિવારની અંદર હડકંપ મચી જવા પામ્યો હતો, આ ઘટના વિમળા પાર્ક માંથી સામે આવી છે. આ સોસાયટીની અંદર ધનસુખભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં ધનસુખભાઈનો દીકરો સાગર સાગરની પત્ની તેમજ સાગરની માતાનો પણ સમાવેશ થતો હતો, ધનસુખભાઈ સાગરના લગ્ન કરાવ્યા તેના ચાર વર્ષ વીતી ચુક્યા હતા, ચાર વર્ષના લગ્નજીવન દરમિયાન સાગર અને તેની પત્ની મમતા બંનેને બરાબર મનમેળ મળ્યો નહીં, તેઓ નાની-નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરવા લાગતા હતા..
મમતા સ્વભાવની ખૂબ જ જીદ્દીલી વ્યક્તિ હતી, અમુક ચીજ વસ્તુઓની જીદ કર્યા બાદ તેને મેળવીને જ તે શાંતિ અનુભવતી હતી, આ સાથે સાથે દર મહિને તેને મોજ શોખના રૂપિયા તરીકે કુલ 15000 રૂપિયાની જરૂર પડતી હતી. ધનસુખભાઈનો પરિવાર મધ્યમ વર્ગી પરિવાર હતો..
તેઓ તેમના દીકરાની વહુની દરેક માંગણીઓને સંતોષી શકવાની હિંમત ન ધરાવતા હોવાને કારણે પરિવારના મોભી ધનસુખભાઈ તેમજ તેમના દીકરા સાગરની પત્ની મમતા બંને વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને બોલાચાલી પણ થઈ જતી હતી, જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમ એકબીજાના મનમાં ખટાસો ઉભી થતી ગઈ..
અને એક દિવસ એવો આવ્યો કે, જ્યારે મમતાએ તેના પતિને છૂટાછેડા લેવાની વાત પણ જણાવી દીધી હતી, મમતાએ કહ્યું કે હવે તે આ ઘરની અંદર વધારે લગ્નજીવન જીવી શકશે નહીં એટલા માટે તે છૂટાછેડા લેવા માંગે છે, તો બીજી બાજુ પરિવાર પણ મમતાની જુદી-જુદી માંગણીઓથી એટલો બધો કંટાળી ગયો હતો કે, તે છૂટાછેડા આપવા માટે રાજી પણ થઈ ગયો હતો..
મમતાએ છૂટાછેડા વખતે કુલ સાત લાખ રૂપિયાની માંગણી કરી હતી ધનસુખભાઈએ તેમના સગા સંબંધીઓ પાસેથી પૈસા વ્યાજે લઈને તેમના દીકરાના છૂટાછેડાની આ રકમ પણ પૂર્ણ કરી દીધી હતી, છૂટાછેડા લીધા બાદ પણ મમતાના પેટમાં શાંતિ થઈ નહીં અને તે ધનસુખભાઈ તેમજ તેમની પત્ની મંજુલાબેન અને સાગરને હેરાન પરેશાન કરવાનું શરૂ રાખતી હતી..
તે અવારનવાર સાગરને ફોન કરીને રૂપિયાની માંગણી કરતી હતી અને એક દિવસ તો એવી ઘટના બની કે, બિચારો પરિવાર ખૂબ જ બદનામ થઈ જવા પામ્યો હતો. મમતા તેના સાસરિયાના લોકોને કહેતી કે, સાત લાખ રૂપિયાથી તેનું આખું જીવન પૂરું પડશે નહીં, એટલા માટે તેને વધારે રૂપિયાની જરૂર છે..
જ્યારે પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાને કારણે તે એક પણ રૂપીયો વધારે આપી શકે તેવી હાલતમાં ન હોવાથી તેને વધારે રૂપિયા આપવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી અને હવે તો છૂટાછેડા પણ લેવાય ચૂક્યા હોવાને કારણે સાગર તેમજ તેમનો પરિવાર મમતા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતો હતો નહીં..
જ્યારે બીજી બાજુ મમતા તેના પરિવારજનોને ઉભા રોડે ચડાવવા માટે અવનવા કીમીયાવો અપનાવા લાગી હતી. મમતાએ તેના મોબાઈલ ફોનની અંદરથી સાગર તેમજ મમતા બંનેના અંગત સમય વિતાવતા ફોટો અને વિડીયો ફેમિલીના દરેક ગ્રુપોની અંદર મોકલવાના શરૂ કરી નાખ્યા હતા..
આ ફોટા ધીમે-ધીમે ખૂબ જ વાયરલ થઈ ગયા અને સાગર તેમજ તેના પરિવારજનોની બદનામી પણ થવા લાગી હતી, એવા સમયે મમતાએ સાગરને ફોન કર્યો હતો અને જણાવ્યું કે, જો તમે મને રૂપિયા નહીં આપો તો હું આ ફોટાને હજુ પણ વધારે વાયરલ કરી આપીશ અને તમારી બદનામી થઈ જશે..
ધનસુખભાઈ અને તેમની પત્ની મંજુલાબેન તો તેમના દીકરાની છૂટાછેડા થયેલી આ વહુથી ખૂબ જ કંટાળી ચૂક્યા હતા કે, હવે તેનું શું કરવું અને શું ન કરવું તેનો પણ તેમણે ખબર રહી નહીં અને અંતે તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા અને ત્યાંથી હોઈએ આ માથાભારે મહિલા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, છૂટાછેડા બાદ પણ આ મહિલા પૈસાની માંગણી કરી રહી છે.
અને જો પૈસા આપવામાં નહીં આવે તો ફોટો અને વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી રહી છે. પોલીસે ફરિયાદ નોંધીને આ મહિલાનો અતો પતો મેળવવાની કોશિશ કરી હતી, મમતા શહેર મૂકીને ફરાર થઈ ગઈ હોય તેવા સમાચાર મળતાની સાથે જ પોલીસને ટીમ સતર્કતાથી કામકાજ ચલાવી આ મહિલાની શોધખોળ શરૂ કરી નાખી હતી..