Wednesday, November 20, 2024
HomeGujarati NewsBCCIએ કર્યો ધડાકો, એક સાથે 6 ખેલાડીઓ બહાર થતાં તાત્કાલિક ગુજરાતના આ...

BCCIએ કર્યો ધડાકો, એક સાથે 6 ખેલાડીઓ બહાર થતાં તાત્કાલિક ગુજરાતના આ 4 ખેલાડીઓને કર્યા સામેલ…

ત્રીજી મેચના ટોસ સમયે રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મેચમાં શુભમન ગિલ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ સામેલ નથી. તેઓને બહાર કરવામાં આવ્યા છે. બીજી તરફ અક્ષર પટેલ રમવા માટે ફીટ નથી. આ ઉપરાંત ઈશાન કિશનને તાત્કાલિક તાવ હોવાના કારણે સ્થાન આપવામાં આવ્યું નથી. રોહિતની જાહેરાત બાદ બીસીસીઆઇ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક સાથે છ ખેલાડીઓ બહાર થતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાત્કાલિક ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના આ ચાર યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓને તાત્કાલિક મેદાને બોલાવવામાં આવ્યા અને ફિલ્ડિંગ સપોર્ટ માટે રહેવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ ડ્રિંક્સ આપવા પણ જશે. તો ચાલો જાણીએ આ તમામ ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના સ્ટાર પ્લેયર ધર્મેન્દ્ર જાડેજા, વિશ્વરાજ જાડેજા, પ્રેરક માંકડ અને હાર્દિક દેસાઈને સામેલ કરવામાં આવ્યા છે. આ ચારે ખેલાડીઓને અગાઉ સૂચના આપવામાં આવી હતી કે તેઓ બ્રેક દરમ્યાન મેદાન પર જશે અને ડ્રેસિંગ રૂમ સુધી મેસેજ પહોંચાડશે. બીજી તરફ તેઓને ફિલ્ડિંગમાં પણ સપોર્ટ કરવામાં આવશે.

ઈશાન કિશન અને ગિલ જેવા ખેલાડીઓ ન હોવાના કારણે તાત્કાલિક આ 4 ખેલાડીઓને અન્ય સેવાઓ માટે બોલાવવામાં આવ્યા છે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય પણ ગણી શકાય છે. તેઓ માટે પણ સિનિયર ખેલાડીઓ સાથે વાતચીત કરવાનો આ એક મહત્વનો સમય છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમમાં ઘણા અન્ય બદલાવો પણ જોવા મળ્યા છે. આ મેચ ઘણી મહત્વની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments