Wednesday, November 20, 2024
HomeGujarati Newsવધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત:જામનગરમાં ગરબાની પેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય...

વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત:જામનગરમાં ગરબાની પેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય યુવક ઢળી પડ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

હાલના સમય નાની ઉંમરે અને ખાસ કરીને યુવાનોમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાંચ દિવસ અગાઉ જ જૂનાગઢમાં 24 વર્ષીય યુવકને દાંડિયાં રમતાં રમતાં જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. ત્યારે આજે જામનગરથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. ગરબાની પેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તેને તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતું ત્યાં સુધી તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

કોઇ કંઇ સમજે તે પહેલા જ વિનીત ઢળી પડ્યો
જામનગરમાં મા અંબાના નવલા નોરતાનો થનગનાટ 19 વર્ષિય યુવક માટે મોતનું કારણ બન્યો છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપ&સ્ટાઈલ ગરબા ક્લાસમાં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ વિનીત ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ યુવકને જી.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ છે.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
આ બનાવની જાણ થતા મૃતકનો પરિવાર અને સગા સબંધીઓ હોસ્પિટલ ઉમટ્યા હતા. જ્યાં વિનીતના મૃત્યુની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ યુવા વર્ગમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે.

જૂનાગઢમાં પણ દાંડિયા રમતાં રમતાં યુવકનું મોત
પાંચ દિવસ અગાઉ જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા યુવકનું ગરબા રમતાં રમતાં હાર્ટ એટેકથી મોત થયું હતું. ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે શહેરના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં દાંડિયા રમવા લાગ્યો હતો. જ્યાં તેને ચક્કર આવતાં તે બેભાન થયો હતો. તેની આસપાસના લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં બર્થડેના બીજા દિવસે યુવકનું હાર્ટ એટેકથી મોત
દસેક દિવસ પહેલાં સુરતના ભટારમાં એક 36 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવકને છાતીમાં દુખાવો થતાં દવા લેવા સિવિલ પહોંચ્યો તો ત્યાં જ ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં યુવકનો એક દિવસ પહેલાં જ બર્થડે હતો અને બીજા દિવસે યુવકનું અચાનક મોત નીપજ્યું હતું.

કપડવંજ અને નવસારીમાં પણ હાર્ટ એટેકથી યુવકોનાં મોત
એકાદ મહિના પહેલાં કપડવંજમાં પેટ્રોલપંપ પર એક યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું હતું. એક પેટ્રોલપંપ પર રિક્ષા પાસે ઊભેલા યુવકને હૃદયરોગનો હુમલો આવતા તે ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. કપડવંજની આ ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે એના ચાર દિવસ બાદ નવસારી શહેરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. નવસારીમાં હીરાના કારખાનામાં બારી પાસે ઊભા રહેલા યુવકને હાર્ટ અટેક આવતા ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments