બ્રિટનની ઋષિ સુનક સરકારે ભારતવિરોધી પ્રવૃત્તિઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. લેસ્ટરમાં ગત વર્ષે ભારતવિરોધી હિંસામાં સંડોવાયેલા 22 પાકિસ્તાનીને આરોપી ઠેરવાયા છે. 50 અધિકારીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સીસીટીવી, બૉડી કૅમ અને ફોન ફોટો-વીડિયોના 6 હજાર ફૂટેજ ચકાસ્યા હતા.
હવે લેસ્ટરમાં ગેરકાયદે પ્રવાસીઓનો ડોર-ટુ-ડોર સરવે
લેસ્ટરમાં હિંસા ફેલાતી અટકાવવા માટે બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅને ડોર-ટુ-ડોર સરવેનો આદેશ આપ્યો છે. લેસ્ટરમાં ભારતીય મૂળના લોકોની બહુમતી છે. અહીં 95 હજાર ભારતીય જ્યારે લગભગ 20 હજાર પાકિસ્તાની છે. બ્રેવરમેનનું કહેવું છે કે અહીં ગેરકાયદે પ્રવાસીઓને કારણે રમખાણો થયાં હતાં. આ માટે તમામ મુસાફરોના દસ્તાવેજોની તપાસ કરાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર નજર, એઆઇથી પોલીસ સર્વેલન્સ
લેસ્ટરના સાંસદ ક્લાઉડિયા વેબનું કહેવું છે કે સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવા માટે વિશેષ ડિજિટલ પોલીસ સેલ બનાવાયો છે*
મેચમાં ટીમ ઇન્ડિયાની જીતથી પાકિસ્તાની ભડક્યા હતા
અગાઉ એશિયા કપમાં ભારતની જીત બાદ પાકિસ્તાનીઓએ ભારતીયો પર હુમલા કર્યા હતા