Wednesday, November 20, 2024
HomeGujarati Newsકેનેડામાં ખાલિસ્તાનીઓએ તિરંગો ફાડી ભારતનું અપમાન કર્યું:વાનકુવરમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન; ખાલિસ્તાનના...

કેનેડામાં ખાલિસ્તાનીઓએ તિરંગો ફાડી ભારતનું અપમાન કર્યું:વાનકુવરમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન; ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર, PM મોદીનું પણ અપમાન કર્યું

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ગઈ કાલે ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાંકલ કરી હતી.

કેનેડામાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ દેખાવો યોજાયા હતા. પ્રથમ પ્રદર્શન વાનકુવર, કેનેડામાં હતું. જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.

ઓટાવામાં આમંત્રણ પર 30 લોકો પહોંચ્યા હતા
પન્નુ વતી લોકોને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો માટેનું એલાન આપવામાં આવ્યું હતું. SFJનો અંદાજ હતો કે સેંકડો લોકો આ પ્રદર્શનમાં પહોંચશે, પરંતુ એવું થયું નહીં. માત્ર 30 જેટલા લોકો પ્રદર્શન માટે આવ્યા હતા. તેમજ એવી માહિતી છે કે તેમાંથી મોટાભાગના દૈનિક વેતન મામલે પ્રદર્શન માટે એકઠા થયા હતા.

દૂતાવાસની બહાર ભીડ ઘટી રહી છે
ભારતના કડક વલણ બાદ ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ દિવસે ને દિવસે ઘટી રહી છે. તેની પાછળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે.

આ પછી ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે તેવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરી છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા છે. તે કેનેડા અને અન્ય દેશોમાં ભારત વિરોધી વાતો કરતો રહે છે. તાજેતરમાં, કેનેડા-ભારત વિવાદમાં, તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને પણ ધમકી આપી હતી.

કેનેડામાં માર્યા ગયેલા નિજ્જરના ઘરે NIAના દરોડા, લખ્યું- સંબંધીઓ કોર્ટમાં હાજર રહે, નહીં તો મિલકત જપ્ત કરવામાં આવશે

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના પંજાબ સ્થિત ઘર પર મિલકત જપ્તીની નોટિસ લગાવી છે. નિજ્જરનું ઘર જલંધરના ભરસિંહપુરા (ફિલ્લૌર) ગામમાં છે. જેને તાળું મારી દીધું છે. NIAની ટીમ શનિવારે અહીં પહોંચી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments