ભારત જેવા દેશમાં અડધાથી વધારે ઘરમાં સવારે ચા બનતી હોય છે. કારણ કે મોટાભાગના લોકોને આદત હોય છે કે તેઓ પોતાના દિવસની શરૂઆત ચા થી જ કરે છે. કારણ કે અમુક લોકોને જ્યાં સુધી ગરમાગરમ ચા મળતી નથી, ત્યાં સુધી તેમની સવાર પડતી નથી. ચા પીવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ શું તમે જાણો છો કે ચા બનાવી લીધા બાદ બચી ગયેલી ભુકીને લોકો ફેંકી દેતા હોય છે. આવું કરવાથી તમે પોતાનો જ નુકસાન કરી રહ્યા છો. કારણ કે જે ભુકીને તમે નકામી સમજીને ફેંકી દો છો તે તમારા ખુબ જ કામમાં આવી શકે છે તો ચાલો જાણીએ કે કેવી રીતે.
વાળ માટે રામબાણ ઈલાજ
જો તમારા વાળ શુષ્ક અને નિર્જીવ બની ચુક્યા છે અને તમે પણ તેમાં ચમક લાવવા માંગો છો તો તેના માટે ગ્રીન ટી અથવા બ્લેક ટી બેગ્સ નો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા એક વાસણમાં પાણીને ઉકાળવાનું રહેશે અને ત્યારબાદ તેમાં અમુક ટી બેગ્સ પણ ઉમેરી દો. ૧૫ મિનિટ સુધી પાણી ઉકળી ગયા બાદ તેને ઠંડુ થવા માટે રાખી દો. ત્યારબાદ પાણીને વાળમાં લગાવીને થોડા સમય માટે છોડી દો. ત્યારબાદ કોઈ શેમ્પુથી પોતાના વાળ ધોઈ લેવા.
સનબર્ન દુર કરવા માટે
આપણે દરરોજ કોઈને કોઈ કામથી બહાર નીકળતા હોઈએ છીએ, પછી તે ઘરેલુ કામ હોય કે ઓફિસનું કામ હોય.. દરેક લોકોએ અસહ્ય તડકાનો સામનો કરવો પડે છે. તેના લીધે લોકોમાં સનબર્ન ની સમસ્યા આવવા લાગે છે અને તેના માટે લોકો ખુબ જ મોંઘા સનસ્ક્રીન લોશન અથવા ક્રીમ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ બધું ફેલ થઈ જાય છે. તેને દુર કરવા માટે તમે ટી-બેગ્સ નો ઉપયોગ કરો. અમુક ટીમ્સને ઠંડા પાણીમાં ડુબાડી દો. ત્યારબાદ તેને હળવા હાથથી દબાવીને ચહેરા ઉપર રાખીને થોડા સમય માટે સુઈ જવું. તેનાથી તમારી સનબર્ન ની પ્રોબ્લેમ ઝડપથી દુર થઈ જશે.
કીડી મકોડા નો ડંખ મારવો સામાન્ય વાત છે. પરંતુ પરેશાની ત્યારે થાય છે જ્યારે તેમાં બળતરા થવા લાગે. જો તમને કોઈ જીવજંતુ એ ડંખ મારી લીધો છે, જેનાથી તમારા શરીરમાં ખંજવાળ ઉભી થયેલી છે તો આ બળતરા અને દર્દને દુર કરવા માટે તમે ટી-બેગનો ઉપયોગ કરી શકો છો, પછી તે મચ્છર હોય કે અન્ય જીવજંતુ. તેને ઇફેક્ટિવ જગ્યા ઉપર ઠંડી ટી-બેગ રાખવાથી ખુબ જ ફાયદો મળે છે.
ચેહરા ઉપર ડાર્ક સર્કલ થવા પણ સામાન્ય વાત છે અને તેના લીધે ચહેરા નો દેખાવ ખરાબ થઈ જતો હોય છે. જો તમારા ચહેરા ઉપર પણ ડાર્ક સર્કલ છે તો તમારે ઠંડા ટી-બેગ નો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી તમને ખુબ જ ફાયદો જોવા મળશે અને તેમાં રહેલ કેફીન આંખોની નીચે રહેલા કાળા સર્કલને દુર કરવામાં પણ મદદ કરશે.
ઘણી વખત ઘણા લોકોના પગમાંથી દુર્ગંધ આવતી હોય છે. જેના લીધે તેમણે બધાની સામે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે. તેના માટે સૌથી પહેલા તમારે ભુકીને પાણીમાં નાખીને ઉકાળી લેવી. જ્યારે આ પાણી ઠંડુ થવા લાગે ત્યારે એક ટબમાં નાખી દો. હવે પગને થોડા સમય સુધી તેમાં ડુબાડીને રાખો. તેનાથી પગમાં આવી રહેલી દુર્ગંધ દુર થઈ જશે.
ઉકળેલી ભુકી માં એક ગુણકારી તત્વ મળી આવે છે, જે વ્યક્તિના મોટામાં મોટા ઘાવ ને ભરી દેતું હોય છે. જો તમારા શરીર ઉપર ઘાવ અથવા ઈજા થયેલ હોય તો તેની ઉપર તમે ઉકળી ગયેલી ભુકી લગાવી શકો છો. તમારી એજા ખુબ જ જલ્દી ઠીક થઈ જશે. ચા માં વિશેષ ઔષધી હોય છે, જે ઈજાને ખુબ જ જલ્દી ઠીક કરવાનું કામ કરે છે.
ઘરના કાચ અને અરીસાને સાફ કરવા માટે ઉકળેલી ચા ની ભુકીનો ઉપયોગ કરી શકાય છે. ઘરના કાચ અને ચમકાવવા માટે સૌથી પહેલા ભુકીને યોગ્ય રીતે ઉકાળી લો અને ઉકાળી ગયા બાદ જે પાણી બચે તેને સ્પ્રે બોટલમાં ભરીને કાચની યોગ્ય રીતે સાફ-સફાઈ કરો.
દરેક ઘરમાં છોડ લગાવવો ઉત્તમ માનવામાં આવે છે. તે છોડની દેખભાળ કરવી પણ જરૂરી હોય છે. સમયસર ખાતર અને પાણી મળતું રહે તો તે ક્યારેય મુરજાતો નથી. આવી સ્થિતિમાં જો તમે ઉકળેલી ચા ની ભુકી નો ઉપયોગ ખાતરના રૂપમાં કરશો તો છોડ સ્વસ્થ રહેવાની સાથો સાથ જલ્દી વધવા લાગશે. તે તમારા છોડ માટે અમૃત સમાન છે.