Wednesday, November 20, 2024
HomeBusinessખેડૂતો નું ખરું સોનુ અનેક પોષક તત્વો થી ભરપૂર માત્ર એક વીઘા...

ખેડૂતો નું ખરું સોનુ અનેક પોષક તત્વો થી ભરપૂર માત્ર એક વીઘા મા ખેતી અને લાખો ની કમાણી કરી આપે આ અમેરિકન પાક, જાણો…

આપણો ભારત દેશ એવો દેશ છે કે જેના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં પણ ખાસ કરીને લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે. ગામડાના લોકો પોતાના ઘર પરિવારનું ગુજરાન ખેતીથી ચલાવે છે. પરંતુ આજના સમયમાં ખેતીના ક્ષેત્ર પણ અવનવી ટેક્નિક અને વિદેશી અમુક એવા પાકોનું વાવેતર કરવામાં આવે છે કે જેના થકી ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકાય છે. એવી જ એક મહિલા કે જે જામનગરની રહેવાસી છે તેને અમેરિકન બાજરી તરીકે ઓળખાતા કીનોઆ નામના ધન્યવાદ પાકનું ઉત્પાદન કર્યું છે.

તે માત્ર એક વીઘા જમીનમાં આ પાકનું ઉત્પાદન કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે શું છે આ કીનોઆ પાક તો ચાલો જાણીએ. આ સુપર ફૂડની ખેતી ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થતી જોવા મળે છે. આ કીનોઆ નામના પાક માં દરેક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે. જેમાં કાર્બોહાઈડ્રેટ્સ, 25 વિટામિન, મેગ્નેશિયમ, ઝીંક, મેગેઝીન, પ્રોટીન વગેરે પ્રકારના બીજ પુષ્કળ તત્ત્વો સમાયેલા જોવા મળે છે અને આ પાકનો ઔષધીય ગુણ પણ જોવા મળે છે તેથી તેના ઔષધ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આ પાકની ખેતી માટે તમામ પ્રકારની જમીન સારી હોય છે. ખાસ કરીને આ પાકમાં તે જમીનમાં સારી એવી ડ્રેનેજ વ્યવસ્થા હોય તો તગડો ઉત્પાદન થઈ શકે છે અને આ જ પાકના ઉત્પાદન માટે જમીનનું પીએચ મૂલ્ય પણ સામાન્ય હોવું જોઈએ. ભારતમાં આ પાક માટે હવામાન એકદમ યોગ્ય છે. આ પાક ખાસ કરીને રવિ પાકની સાથે ઉગાડવામાં આવે છે. આ પાકના ઉત્પાદન માટે શિયાળાની ઋતુ યોગ્ય માનવામાં આવે છે.

આ બીજને અંકુરિત થવા માટે 18 થી 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. આ બીજ વધુમાં વધુ 35 ડિગ્રીનું તાપમાન જ સહન કરી શકે છે. આ પાકને ખેતરમાં બે થી ત્રણ વખત સારી રીતે ખેડી શકાય છે. આ પાક 100 દિવસમાં તૈયાર થતો જોવા મળે છે. સારી રીતે વિકસિત થયેલા પાકની ઊંચાઈ ચારથી છ ફૂટ સુધીની હોય છે. તેને સરસવ જેવા થ્રેસર વડે કાપીને સરળતાથી દૂર કરી શકાય છે.

બીજ કાઢ્યા પછી તેને જરૂરી એવા સૂર્યપ્રકાશની જરૂર રહેતી હોય છે. આ પાકનું એક વીઘામાં 5 થી 9 ટન સુધીનું ઉત્પાદન થઈ શકે છે. ખેડૂતો આ પાકને સીધા કંપની અથવા કોન્ટ્રાક્ટરોને વેચતા હોય છે. જેને ખાસ કરીને વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. આ પાકનો ભાવ બજારમાં સામાન્ય રીતે પ્રતિ કિલોના 1500 રૂપિયા વહેંચવામાં આવતો હોય છે. પાંચ ટન જેટલા ઉત્પાદનથી ખેડૂતો આમાં લાખોની કમાણી કરી શકે છે. આ પાકની ખેતી જામનગરમાં રહેતા પાયલબેન નામના મહિલાએ કરેલી છે અને દૂર દૂરથી લોકો આ પાકના ઉત્પાદન માટેની માહિતી લેવા પાયલબેન પાસે આવતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments