Wednesday, November 20, 2024
HomeEntertainmentદર્શન કર્યા પછી મંદિરના પગથીયે બેસીને કરો આ મંત્રનો જાપ, આવી જશે...

દર્શન કર્યા પછી મંદિરના પગથીયે બેસીને કરો આ મંત્રનો જાપ, આવી જશે દુઃખોનો અંત…

મંદિરે જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ જયારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપદા માથાને કપડાથી ઢાંકીએ છીએ અને ત્યારબાદ જ ભગવાનના દર્શન કરીએ છીએ. તેના સિવાય ઘણા લોકો પૂજા કર્યા પછી થોડીવાર દુધી મંદિરની સીડીઓ પર બેસીએ છીએ.

શું તમે જાણો છો કે  એવું કેમ કરવામાં આવે છે. હકીકતમાં પૂજા કર્યા પછી મંદિરમાં થોડીવાર બેસી રહેવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે અને આજે પણ ઘણા લોકો તેનું પાલન કરે છે. જો કે મંદિરોમાં સીડીઓ પર કેમ બેસવામાં આવે છે એના વિશે ખુબ ઓછા લોકોને જાણકારી હોય છે.

ગ્રંથોમાં પણ મંદિરની સીડીઓ પર થોડા સમય માટે બેસવાની વાત કરવામાં આવી છે એટલું જ નહિ પરંતુ ગ્રંથોમાં એક શ્લોક પણ લખવામાં આવ્યો છે જેને સીડીઓ પર બેસીને બોલવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને બધા દુખોનો અંત થાય છે. જયારે પણ મંદિર જાવ ત્યારે થોડીવાર ત્યાની સીડીઓ પર જરૂરથી બેસવું જોઈએ અને દર્શાવેલો શ્લોક અચૂક બોલવો જોઈએ જે શ્લોક આ પ્રમાણે છે. अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्। देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોકનો અર્થ આ મુજબ છે: अनायासेन मरणम्  નો અર્થ છે કે, તકલીફ વિના અમારી મૃત્યુ થાય અને અમારે કોઈ જ દિવસ બીમાર થઇને પથારીવશ ના થવું પડે એવું કષ્ટ વાળું મૃત્યુ પ્રાપ્તના થાય અને હરતા ફરતા જ અમારા પ્રાણ નીકળી જાય.

बिना देन्येन जीवनम् નો અર્થ છે કે,લાચારીવાળું જીવન ના હોય મતલબ કે અમારે કોઈના સહારાની જરૂર ના પડે અને ભગવાનની કૃપાથી કોઈની સામે હાથ ફેલાયા વગરનું જ જીવન પસાર થઇ જાય.

देहांते तव सानिध्यम का अर्थ નો અર્થ છે કે જયારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાન અમારી સમીપ જ હોય. જેવીરીતે ભીષ્મ પિતામહની મૃત્યુ વખતે સ્વયં ઠાકોરજી એમની સામે હતા અને તેમણે દર્શન આપ્યા હતા તેવી જ રીતે અમને પણ તમારા દર્શન આપજો. देहि में  નો અર્થ છે કે હે પરમેશ્વર અમને આવું વરદાન આપજો એટલી પ્રાર્થના છે.

ક્યારે આ શ્લોકનો જાપ કરવો જોઈએ? મંદિરમાં દર્શન કર્યા પછી સીડીઓ પર બેસીને આ શ્લોક વાંચી શકાય છે અને જયારે પણ દર્શન કરવા જાવ ત્યારે દર્શન કરતી વખતે આંખો ખુલ્લી રાખવી જોઈએ, ઘણા લોકોને આંખો બંધ કરવાની ટેવ હોય છે પરંતુ આંખો બંધ રાખ્વાનથી ભગવાન સરખા જોઈ શકાતા નથી ત્યારે દર્શન કરીને જયારે બહાર બેસો ત્યારે આંખો બંધ રાખીને આ શ્લોક બોલવો જોઈએ.

મંદિરથી જોડાયેલા અન્ય નિયમો : મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તમારા હાથ અને પગ સારી રીતે સાફ કરવા જોઈએ અને ગંદા હાથથી મૂર્તિઓને અળવી જોઈએ નહિ. દર્શન કરતી વખતે આમ-તેમ ના જોવું જોઈએ અને પૂરેપૂરું મન પૂજામાં જ લગાડવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments