આજે આપણે માહિતી જેના વિશે મેળવવાના છીએ તે છે કે આપણા શરીરના કોઇપણ ભાગ ઉપર જો રગ ચડી ગઈ હોય તો તેનો કઈ રીતે ઈલાજ કરવો તેની માહિતી મેળવવાની છે. એવું કોઈને ક્યારેય નહિ બન્યું હોય કે તેમને રગ ઉપર રગ ન ચડી હોય ક્યારેક તો રગ ઉપર રગ ચડી જ હોય છે અને ખાસ કરીને ડોકની પાછળના ભાગમાં રગ ઉપર રગ ચડી જતી હોય છે તેને આપણે દેશી ગામડાની ભાષામાં રગ તરક કહેતા હોઈએ છીએ.
અમે તમને આયુર્વૈદિક એવો ઘરેલું ઉપચાર બતાવી દેશું જેનો તમે ઉપયોગ કરશો એટલે તમને આ સમસ્યામાંથી સાવ છુટકારો થશે. તેના યોગ્ય ઈલાજ માટે તમારે એક લસણની કળી લેવાની છે આ લસણની કળી સૌથી બેસ્ટ ઉપચાર આપશે રગ ઉપર રગ ચઢી જવાનો.
ઉપચાર કરવાની રીત : તમારે સૌ પ્રથમ 50 મિલી તલનું તેલ લેવાનું છે, તથા ૩ થી 4 લસણની કળી લેવાની છે, હવે તમારે લીધેલ લસણની કળીના નાના નાના ટુકડા કરી નાખવાના છે તથા આ તેલને ગરમ કરી દેવાનું છે જ્યાં સુધી લસણની કળી કકડે નહિ ત્યાં સુધી લસણની કળીને ગરમ થવા દ્યો. ફૂલ ગરમ થઇ જાય એટલે તે તેલને નીચે ઉતારી લ્યો. ત્યારબાદ આ તેલને એક બોટલમાં ભરી દ્યો અને રાત્રે સુતી વખતે તમે આ તેલને જે ભાગ ઉપર રગ ચઢી ગઈ હોય તે ભાગ ઉપર હળવે હાથે 10 મિનીટ સુધી માલીશ કરવાથી ફાયદો થાય છે.
રીત નંબર 2 : તમારે રાત્રે અડધી ચમસી મેથીના દાણા એક નાની વાટકીમાં રાત્રે પલાળીને રાખી દેવાના છે સવારે ઉઠીને આ મેથી દાણા ચાવી જવાથી ફાયદો થાય છે તથા મેથી દાણા ભરેલું પાણી પીઈ જવાથી પણ ફાયદો થાય છે.
તમે આ નુસકો બે દિવસ સુધી કરશો એટલે તમને ફાયદો થાય છે રગ તરક મટી જાય છે તથા દુખાવામાં પણ રાહત છે.
આમ, અમે તમને આ લેખ દ્વારા તમને શરીરના કોઇપણ ભાગ ઉપર રગ ચડી ગઈ હોય તો તેને કઈ રીતે દેશી ઉપાય કરીને રાહત મેળવી શકાય તેના વિશે માહિતી આપી.