ગરુડ પુરાણ એક એવું મહાપુરાણ છે જેમાં જીવન અને મૃત્યુનાં તમામ રહસ્યો સ્વયં વિષ્ણુ ભગવાને ઉજાગર કર્યા છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ એ પોતાના વહન ગરુડની જિજ્ઞાસા ને શાંત કરવા માટે તેના તમામ સવાલોનો વિસ્તારપુર્વક જવાબ આપ્યો હતો. એ જ સવાલ અને જવાબનું સંક્ષિપ્ત વર્ણન ગરુડ પુરાણમાં આપવામાં આવેલ છે. ગરુડ પુરાણ ના આચારકાંડમાં નીતિસાર અધ્યાય છે. તેમાં સુખી જીવનના ઘણા ઉપાય જણાવવામાં આવેલ છે, તેને જીવનમાં ઉતારીને તમામ પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે.
હિન્દુ ધર્મમાં ૧૮ પુરાણોમાંથી એક ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની મહિમાનું વર્ણન છે. તેમાં મનુષ્યના જીવનમાં આવતી પરેશાની અને સુખી જીવન જીવવા માટેની ઘણી નીતિ જણાવવામાં આવેલી છે. માન્યતા છે કે ગરુડ પુરાણમાં વર્ણિત વાતોનું અનુસરણ કરીને વ્યક્તિ હંમેશા જીવનમાં આગળ વધી શકે છે. ગરુડ પુરાણમાં અમુક એવા ગુઢ રહસ્યો વિશે જણાવવામાં આવેલ છે, જેનું અનુસરણ કરવાથી તમે પોતાના જીવનમાં હંમેશા પ્રગતિ મેળવી શકો છો. આ ગ્રંથમાં અમુક એવા કામ વિશે જણાવવામાં આવેલ છે, જેને ક્યારેય પણ અધુરા છોડવા જોઈએ નહીં. તેનાથી આવનારા સમયમાં તમારે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
બીમારી
ગરુડ પુરાણ અનુસાર કોઈપણ વ્યક્તિએ પોતાની બીમારીને હળવાશમાં લેવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ ને કોઈ બીમારીએ ઘેરી લીધેલ હોય તો તુરંત તેનો ઈલાજ કરાવવો જોઈએ અને ઈલાજને અધવચ્ચે છોડવો જોઈએ નહીં. ઘણી વખત લોકો પોતાની બીમારીનો ઈલાજ સંપુર્ણ રીતે કરાવતા નથી અને અધવચ્ચે દવા લેવાનું છોડી દેતા હોય છે. આવું કરવાથી તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડતી હોય છે અને આ બીમારી વધવા લાગે છે. એટલા માટે એક તંદુરસ્ત શરીર મેળવવા માટે ઈલાજને ક્યારેય પણ અધવચ્ચે છોડવો જોઈએ નહીં.
જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને તે બીમારીની દવા લઈને બીમારીને જડમુળમાંથી દુર કરી દેવી જોઈએ. જે લોકો સંપુર્ણ રીતે સ્વસ્થ ન હોવા છતાં પણ દવા લેવાનું બંધ કરી દેતા હોય છે, ભવિષ્યમાં તે બીમારી ફરીથી પરત આવે છે અને તેના ગંભીર પરિણામ ભોગવવા પડે છે. કારણ કે ફરીથી આવતી બીમારી વધારે ખતરનાક થઈ જાય છે એટલા માટે તેને જડમુળમાંથી દુર કરવામાં જ ભરાય છે.
આગ
ગરુડ પુરાણમાં જે બીજી ચીજ ને અધવચ્ચે ન છોડવાનું કહેવામાં આવ્યું છે તે આગ છે. ગરુડ પુરાણ કહે છે કે જો કોઈ જગ્યાએ આગ લાગી જાય તો તેને તરત બુજાવી દેવી જોઈએ. જો આગને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે વધી જાય છે અને તમને પણ નુકસાન પહોંચાડે છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તેને તુરંત બુજાવી દેવી જોઈએ. યાદ રાખો કે નાની ચીંગારી પણ ફરીથી આગ બની શકે છે, જેનાથી જાન અને માલનું નુકસાન પહોંચી શકે છે. જો તમે કોઈ જગ્યાએ ઠંડી થી બચવા માટે અગ્નિ પ્રજ્વલિત કરો છો તો કામ પુર્ણ થયા બાદ તે અગ્નિને સંપુર્ણ રીતે બુજાવી દેવી જોઈએ. જો અગ્નિની નાની ચીંગારી પણ રહી જાય છે, તો તે બાદમાં આગમાં બદલી શકે છે અને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
કરજ
જો કોઈ વ્યક્તિ પાસેથી કરજ લો છો તો તેને નક્કી કરેલા સમયની અંદર ચુકવી દેવું જોઈએ. જો નક્કી કરેલા સમયની અંદર કરજ ચુકવવામાં ન આવે તો આગળ જઈને તેમાં વ્યાજ વધી જાય છે. તેમાં પૈસા ચુકવવાનો બહુ જ વધી જતો હોય છે એટલા માટે તમારે હંમેશા કરજને સમય પર ચુકવી દેવું જોઈએ અને તેને અધવચ્ચે છોડવું જોઈએ નહીં. કોઈપણ પરિસ્થિતિમાં સમયસર ઉધાર લીધેલા પૈસા ચુકવી આપવા જોઈએ. ઉધાર લીધેલા પૈસા ને લીધે સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે. એટલા માટે આવી સ્થિતિમાંથી બચવા માટે જેટલું બની શકે તેટલું કરજ વહેલો ચુકવી દેવું જોઈએ.
પત્નીની કામાગ્નિ
મનુષ્ય ક્યારેય પણ પોતાની પત્નીને અસંતૃષ્ટ રાખવી જોઈએ નહીં. સ્ત્રીની કામાગ્નિ રૂપી જ્વાળા અત્યંત પ્રચંડ હોય છે. જો તેને શાંત ન કરવામાં આવે તો તે સંપુર્ણ કુળના ગૌરવને તેમાં ભસ્મ કરવાની ક્ષમતા રાખે છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈપણ પુરુષે પોતાની પત્નીને શારીરિક રૂપથી હંમેશા સંતુષ્ટ રાખવી જોઈએ, નહીંતર તે કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે. કારણ કે સ્ત્રીઓની કામાગ્નિ રૂપી જ્વાળા અત્યંત કષ્ટદાયક હોય છે. જો તેને શાંત કરવામાં ન આવે તો તે પોતાનું ચરિત્ર ખોઈ બેસે છે.
શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ આગ અને ઘાસ જેવો હોય છે. કામાતુર સ્ત્રીને એકાંતમાં લુલો, લંગડો કે કોઈપણ વ્યક્તિ મળી જાય તો તે પોતાના પતિને ભુલીને તેને પ્રેમ કરવા લાગે છે. એટલા માટે મનુષ્ય હંમેશા તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાની પત્નીને તે હંમેશા શારીરિક રૂપથી સંતુષ્ટ રાખે.