બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક રહી છે. જેમણે ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો કે તાજેતરમાં અભિનેત્રી માધુરી દીક્ષિત પાક્કી ગુજરાતી બની ગઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.કારણ કે તે કેટલાક મહિનાઓથી અમદાવાદના એક આલીશાન બંગલામાં રહેતી જોવા મળી છે.
હવે આ અહેવાલ પરથી તમને વિચાર આવ્યો હશે કે શું ખરેખર અભિનેત્રી માધુરી દીક્ષિતએ મુંબઈની આલીશાન લાઈફ છોડી દીધી છે ? જો કે સોસીયલ મીડિયા પર તો એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે અભિનેત્રીએ અમદાવાદમાં એક આલીશાન બંગલો પણ ખરીદી લીધો છે જેમાં એ હવે પરિવાર સાથે રહેવા લાગશે.
પરંતુ તમને જણાવી દઈએ કે આ બધી થઇ રહેલી ચર્ચાઓમાં કોઈ સચ્ચાઈ રહી નથી. કારણ કે આના પાછળ બીજું જ ચોંકાવનારું સત્ય છુપાયેલ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, અભિનેત્રી માધુરી દીક્ષિત છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ‘મજા મા’ નું શૂટિંગ કરવા માટે ગુજરાતમાં આવી હતી. એટલે કે આ ફિલ્મમાં અભિનેત્રીએ એક ગુજરાતી મહિલાનું પાત્ર ભજવ્યું છે.
આ ફિલ્મમાં ગજરાજ રાવ, સિમોન સિંહ અને રજીત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. જો કે ફિલ્મનું વધારે કરીને શૂટિંગ અમદાવદના એક વિસ્તારમાં આવેલા બંગલામાં થયું છે.એટલે કે શૂટિંગ માટે આ બંગલાને ભાડે રાખવામાં આવ્યો હતો, જયારે આ બંગલો કમલ ખોખાણી નામના વેપારીનો રહ્યો હોવાનું કહેવાય છે.
કમલ ખોખાણીનું કહેવું છે કે બોલિવુડની ટીમ તેમના ઘરમાં શૂટિંગ કરવા માગતી હતી કારણ કે તેમનું ઘર પારંપરિક ગુજરાતી ઘરનું પ્રતિનિધિત્વ કરે છે.તેમના ઘરમાં ચાર દિવસ સુધી શૂટિંગ ચાલ્યું હતું.બસ આજ બાબતો સોસીયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળી હતી, જેમાં બધા એવું માણવા લાગ્યા હતા કે અભિનેત્રી હવે ગુજરાતમાં શિફ્ટ થઈ ગઈ છે.પરંતુ આ ફિલ્મને લઈને તેઓ ગુજરાતમાં આવ્યા હતા.