આદર્શ જીવનસાથી તેના બેટર હાફના સન્માનનું ધ્યાન રાખે છે અને અન્યની સામે ક્યારેય પોતાના પાર્ટનર સાથે એવું કંઈ કરતો નથી જેનાથી પોતાના પાર્ટનરની ઇન્સર્ટ થાય. પરંતુ જો તમારો પાર્ટનર લોકોની સામે તમારી સાથે ખરાબ વર્તન કરે છે તો તેનો અર્થ એ છે કે, તે તમારું સન્માન નથી કરતો.
એક કપલ હોવાને કારણે એ જરૂરી નથી કે, તમારા બંનેના વિચારો અને વિચારધારા સમાન હોય. મતભેદો હોવા છતાં, યુગલો એકબીજાની વિચારધારાને માન આપે છે અને તે તેમના વર્તન અથવા પ્રેમને અસર કરતું નથી. પરંતુ જો તમારી વચ્ચે વિચારધારાને લઈને ઝઘડા થાય છે તો તે દર્શાવે છે કે, તમારા સંબંધોમાં સન્માનની કમી છે.
જો તમારો પાર્ટનર ઘરની બહાર નીકળતાની સાથે જ તમારા ફોન કે મેસેજનો જવાબ ન આપે તો તે દર્શાવે છે કે તે તમારું સન્માન નથી કરતો. આ દર્શાવે છે કે તમે તેમની પ્રથમ પ્રાથમિકતા નથી. જ્યારે તમારો પાર્ટનર જ્યારે તમારો કોલ મિસ કરે ત્યારે તરત જ તમને કોલ બેક કરે અથવા મેસેજ કરે, તો તે તમારું સન્માન કરે છે.
જ્યારે તમે સંબંધમાં હોવ છો, ત્યારે તમે એકબીજાના પ્રિયજનો અથવા કુટુંબના મિત્રોનો પણ આદર કરો છો. તેમના માટે તેઓ પોતાના પાર્ટનરની સામે ક્યારેય એવી વાતો નથી કહેતા જેનાથી પાર્ટનરનું દિલ દુભાય. જો તમારો પાર્ટનર તમારા પ્રિયજનો સાથે સારો વ્યવહાર કરે છે, તો તે દર્શાવે છે કે તે તમારો આદર કરે છે.
તમારો પાર્ટનર કેવો દેખાય છે, તેના પરથી તેને જજ ના કરવો. જો તમે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ કરશો તો તમે તેને લોકો સાથે ઇન્ટ્રો કરવામાં શરમાશો નહીં. પરંતુ જો તમારો પાર્ટનર તેના મિત્રો અથવા ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવવામાં ખચકાટ અનુભવે છે અથવા તમારી સાથે અજાણ્યા વ્યક્તિ જેવું વર્તન કરે છે, તો તે દર્શાવે છે કે તે તમારી લાગણીઓનું સન્માન નથી કરતો.