ફિલ્મ સ્વદેશથી ધમાલ મચાવી ચૂકેલી અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો. બંનેની કારથી એક સીનિયર સિટિઝન કપલનું મોત થયું છે. આ અકસ્માત ઈટાલીના સાર્ડિનિયા શહેરમાં થયો. ગાયત્રીએ ફ્રી પ્રેસ જર્નલ પોર્ટલ સાથે વાતચીતમાં આ ખબર કન્ફર્મ કરી છે.
ફિલ્મ સ્વદેશથી ધમાલ મચાવી ચૂકેલી અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો. બંનેની કારથી એક સીનિયર સિટિઝન કપલનું મોત થયું છે. આ અકસ્માત ઈટાલીના સાર્ડિનિયા શહેરમાં થયો. ગાયત્રીએ ફ્રી પ્રેસ જર્નલ પોર્ટલ સાથે વાતચીતમાં આ ખબર કન્ફર્મ કરી છે. તેણે જણાવ્યું કે તેના પતિ અને તે અકસ્માતમાં માંડ માંડ બચી ગયા અને બિલકુલ ઠીક છે. તેણે જણાવ્યું કે સાર્ડિનિયમાં મલ્ટીપલ કાર કોલિજન થયું જેમાં સ્વિસ કપલનું મોત થયું જ્યારે તેમની ફરારીએ ટક્કર બાદ આગ પકડી લીધી હતી. ગાયત્રીએ અકસ્માતની જાણકારી આપતા કહ્યું કે હું અને વિકાસ ઈટાલીમાં હતા ત્યારે અમારો અકસ્માત થયો. ભગવાનની દયાથી અમે બંને એકદમ ઠીક છીએ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વીડિયો
એવો દાવો થઈ રહ્યો છે કે આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લમ્બોર્ગિની અને ફરારી ટ્રકને ઓવરટેક કરવાના ચક્કરમાં ભટકાય છે અને ફરારી પલટી જાય છે. જેનાથી તેમાં આગ લાગે છે. આ લમ્બોર્ગિનીમાં ગાયત્રી અને તેના પતિ હતા.
વર્ષો પહેલા છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
અત્રે જણાવવાનું કે ગાયત્રીએ વર્ષ 2000માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ખિતાબ જીત્યો હતો અને 2004માં તેણે ફિલ્મ સ્વદેસથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સામે લીડ રોલમાં હતી, ફિલ્મના ડાઈરેક્ટર આશુતોષ ગોવારિકર હતા. ફિલ્મ ક્રિટિકલી ખુબ વખણાઈ હતી પરંતુ આશા પ્રમાણે કમાણી કરી શકી નહીં. ગાયત્રીને ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ પણ મળ્યો હતો. પરંતુ આમ છતાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. તેણે ફક્ત એક જ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કરી લીધા અને બે બાળકોની માતા છે. ગાયત્રી ક્યારેક મુંબઈની કેટલીક ઈવેટન્ટમાં જોવા મળતી હોય છે. તે સોશિયલાઈટ બની ચૂકી છે.