Wednesday, November 20, 2024
HomeEntertainmentશું ઉર્ફી જાવેદે ગુપ્ત રીતે કરી લીધી સગાઇ? ફોટોઝ વાયરલ થતા અટકળો...

શું ઉર્ફી જાવેદે ગુપ્ત રીતે કરી લીધી સગાઇ? ફોટોઝ વાયરલ થતા અટકળો તેજ

નવી મુંબઇ,તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર 

સતત પોતાની વિચિત્ર ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેનારી ટીવી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અંગે લઇને એક ન્યુઝ સામે આવી રહ્યાં છે. ટીવી એકટ્રેસ ક્યારેક પિઝાને તો ક્યારેક પીન અથવા ક્યારેક કાચનો પણ ડ્રેસ પહેરીને સામે આવી જાય છે. પરંતુ આ વખતે તેનું કારણ તેણીનો ડ્રેસ નહીં પરંતુ કંઈક બીજું છે. 

શું છે સમગ્ર મામલો? 

અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં ઉર્ફી સલવાર સૂટ પહેરીને કોઈની સાથે પૂજા કરતી જોવા મળી રહી છે. જો કે ફોટામાં છોકરાનો ચહેરો છુપાયેલો છે, ઉર્ફી તેને વીંટી પહેરાવતી જોવા મળે છે. આ ફોટા પરથી ફેન્સ અટકળો લગાવી રહ્યાં છે કે, ઉર્ફી જાવેદની સગાઈ થઈ ગઈ છે. 

આ વાયરલ તસવીરોથી એક વાત સ્પષ્ટ છે કે, આ સગાઈ હિંદુ રીતિ-રિવાજ મુજબ થઈ હતી. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. પોસ્ટ પર લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ આના પર ખુશી વ્યક્ત કરી અને ઉર્ફીને અભિનંદન પણ આપ્યા હતા. લોકો એ વાતથી પણ આશ્ચર્યચકિત છે કે અભિનેત્રીએ હિંદુ રીતિ-રિવાજ મુજબ સગાઈ કરી છે. જો કે ઉર્ફી જાવેદ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments