થાઈલેન્ડમાં પહોંચીને ગુજરાતી પુરુષોને ‘રાત બાકી… બાત બાકી…’ જેવો અનુભવ થવા લાગે છે… કારણ કે થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે
થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે. એટલે જ તો, બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ જ સૌથી વધુ જોવા મળે છે. રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે. પરંતુ તમે જોયું હશે કે અનેક ગુજરાતી પુરુષો મીટિંગના બહાને થાઈલેન્ડ જતા હોય છે. ત્યારે તમને ખબર છે કે કેમ તેઓ એકલા એકલા થાઈલેન્ડ કેમ ફરવા જાયે છે.
ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે.
થાઈલેન્ડમાં અમારી કંપનીની મીટિંગ છે… એવુ કહીને ગુજરાતી પુરુષો વારંવાર થાઈલેન્ડ જતા હોય છે. દર વર્ષે મીટિંગના બહાને થાઈલેન્ડ જવાનું એટલે જવાનું જ. પુરુષો મિત્રોના ગ્રૂપમાં સાથે ફરવા ઉપડી જાય. અથવા તો બિઝનેસના બહાને ગુજરાતી પુરુષો થાઈલેન્ડ વારંવાર જતા હોય છે. આવી ટ્રીપમાં તેમની સાથે પત્ની ક્યારેય હોતી નથી. તેઓ એકલા જ થાઈલેન્ડ જવા ઉપડી જાય છે. પરંતુ શુ તમને ખબર છે કે મીટિંગના બહાને તમારા પતિ થાઈલેન્ડ જઈને શું કરે છે. હકીકતમાં, ગુજરાતી પુરુષોને થાઈલેન્ડની નાઈટલાઈફ વધુ આકર્ષે છે. એટલે જ તો વર્ષે દહાડે એક ટ્રીપ થાઈલેન્ડની થતી જ હોય છે. બિઝનેસના નામે તેઓ થાઈલેન્ડ જતા રહે છે. જેમાં પરિવારને ક્યારેય સાથે લઈને જતા નથી.
ગુજરાતીઓમાં થાઈલેન્ડનો ક્રેઝ
મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વારંવાર થાઈલેન્ડ ફરવા ઉપડી જાય છે. જેની પાછળનું મુખ્ય અને મોટું કારણ થાઈલેન્ડની નાઈટલાઈફ છે. થાઈલેન્ડમાં એક એકથઈ ચઢિયાતા ડિસ્કો બાર, રંગીન ગલીઓ, કોલગર્લ્સ છે. આ કારણે આ દેશ વધુ જાણીતો છે. બેંગકોક, ફૂકેટ, પટાયાની ગલીઓ રંગીન મિજાજીઓ માટે જાણીતી છે. આ કારણે થાઈલેન્ડ ટુરિઝમનો ગઢ ગણાય છે. સાથે જ થાઈ મસાજ પણ બીજું આકર્ષણનું કેન્દ્ર છે. આ કારણોથી ગુજરાતીઓ થાઈલેન્ડ જવા આતુર હોય છે.
રેડ લાઈટ એરિયાનો ક્રેઝ
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.