વાઈલ્ડ લાઈફ વીક નિમિત્તે સુંદરવન ખાતે સ્નેક અવેરનેસ સેશન તથા વારંવાર ગેરસમજ થતા જીવો વિશે નોલેજની ગેપને પૂરવા માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેક અવેરનેસ વિશે વાત કરતા સુંદરવનના પાર્ક મેનેજર દીપ શાહે જણાવ્યું હતું કે, ‘95 ટકા લોકો સાંપથી ડરે છે, પરંતુ દરેક સાપ ઝેરી નથી હોતા. દેશમાં સાંપની 321 પ્રજાતિઓમાંથી માત્ર 62 પ્રજાતિ જ ઝેરી છે. તેમ છત્તાં સર્પદંશથી બચવા માટે આપણે જરૂરી સાવચેતીઓ તો રાખવી જ પડશે. અને જો સર્પદંશની ઘટના ઘટે તો, ઈન્જર્ડ ભાગ પર એકદમ ફિટ કપડું બાંધી દેવું જોઈએ, જેથી ઝેર લોહીમાં ન ભળે. ત્યારબાદ પ્રાથમિક સારવાર માટે વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવો જોઈએ.
કાર્યક્રમમાં દીપ શાહે વધુમાં જણાવ્યું કે, સલામતી, સંરક્ષણ અને સરિસૃપની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવા માટે સાપ જાગૃતિ કાર્યક્રમ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સુંદરવન દ્વારા પરિસરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થલતેજ પ્રાથમિક શાળાના 15 વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. સાથે જ પ્રાણી સંગ્રહાલયની આજુ બાજુમાંથી કુલ 12 કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટિક પેકેટ્સ, કપ, બોટલ જેવા પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવક દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા હતા.