Wednesday, November 20, 2024
HomeGujarati NewsUKમાં હિંદુઓમાં રોષઃ NRI વેપારીની ધરપકડ, પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીમાં વિક્ષેપથી આક્રોશ

UKમાં હિંદુઓમાં રોષઃ NRI વેપારીની ધરપકડ, પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીમાં વિક્ષેપથી આક્રોશ

હાલમાં યુકેમાં રહેતા હિંદુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લેસ્ટરશાયરમાં ગણેશ ચતુર્થીની શોભાયાત્રામાં પોલીસ દ્વારા વિક્ષેપ કરવા અને ભારતીય મૂળના એક બિઝનેસમેનની ધરપકડ કરવાની ઘટના બાદ હિંદુઓમાં આક્રોશ છે. જોકે, લેસ્ટરશાયર પોલીસનું કહેવું છે કે તેમણે બિનઆયોજીત શોભાયાત્રા કાઢી હતી જેના કારણે તેમને આ કાર્યવાહી કરવી પડી હતી.

હાઈલાઈટ્સ:

  • હાલમાં બ્રિટનમાં એક એવી ઘટના બની છે જેના કારણે ત્યાં રહેતા હિંદુઓમાં રોષ વ્યાપી ગયો છે
  • પોલીસે કહ્યું હતું કે ઈમરજન્સી વર્કર પર હુમલાની શંકાના આધારે 55 વર્ષની વયના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી
  • બિઝનેસમેને કહ્યું હતું કે આ શોભાયાત્રા ન હતી, 10-12 લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી માટે બે મૂર્તિઓ લઈ જઈ રહ્યા હતા

હાલમાં બ્રિટનમાં એક એવી ઘટના બની છે જેના કારણે ત્યાં રહેતા હિંદુઓમાં રોષ વ્યાપી ગયો છે. ભારતીય મૂળના એક લોકપ્રિય ઉદ્યોગપતિની ધરપકડ અને લેસ્ટરશાયર પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીની શોભાયાત્રામાં વિક્ષેપથી બ્રિટિશ હિંદુઓમાં દેશવ્યાપી રોષ ફેલાયો છે. ધર્મેશ લાખાણીને પોલીસ સેલમાં પાંચ કલાક સુધી રાખવામાં આવ્યા હતા અને સોમવારે રાત્રે શિવાલય મંદિર – લેસ્ટરશાયર બ્રહ્મ સમાજ – બહાર જે રીતે તેમને હાથકડી પહેરાવવામાં આવી હતી તેના માટે હવે તેમને તબીબી સારવારની જરૂર છે. શિવાલય એ જ મંદિર છે જ્યાં બરાબર એક વર્ષ પહેલાં લેસ્ટર રમખાણો દરમિયાન ધજા ખેંચી લેવામાં આવી હતી.

લેસ્ટરશાયર પોલીસના જણાવ્યા અનુસાર, “રસ્તા પર એક બિનઆયોજિત શોભાયાત્રા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. શોભાયાત્રા માટે કાયદાકિય મંજૂરી જરૂરી હોય છે અને તેથી અધિકારીઓએ આયોજકની વિગતો મેળવવા માટે ભીડ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી એક ઘટના બની જ્યાં વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે તપાસને આધિન છે.”

પરંતુ લાખાણીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ શોભાયાત્રા ન હતી. 10-12 લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી માટે બે મૂર્તિઓ લઈ જઈ રહ્યા હતા. લાખાણીએ જણાવ્યું હતું કે ભારતમાંથી મૂર્તિઓ આયાત કરતી દુકાનમાંથી મૂર્તિઓને શિવાલય મંદિરમાં લઈ જવામાં આવી રહી હતી. તેમણે દાવો કર્યો હતો કે એક “બદમાશ પોલીસ અધિકારી” આવ્યો અને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. તેમણે દાવો કર્યો હતો કે અધિકારીએ તેમને ધક્કો માર્યો હતો. મેં મારી જાતને બચાવવા માટે મારો હાથ ઊંચો કર્યો અને અધિકારીએ કહ્યું કે મેં તેની પર હુમલો કર્યો અને મને હિંસક રીતે ખેંચી અને ધક્કો મારવાનું શરૂ કર્યું. જ્યારે અધિકારીએ મારી ધરપકડ કરી ત્યારે મેં તેમને કહ્યું કે મને હૃદયની બિમારી છે.

લેસ્ટર પોલીસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ઈમરજન્સી વર્કર પર હુમલાની શંકાના આધારે 55 વર્ષની વયના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ ચાલુ હોવાથી તેને તપાસ હેઠળ છોડી દેવામાં આવ્યો હતો. લાખાણી હાલમાં તબીબી સારવાર લઈ રહ્યા છે કારણ કે તેમને જે રીતે હથકડી પહેરાવવામાં આવી હતી તેના કારણે તેઓ ખૂબ પીડામાં હતા. તેમણે કહ્યું હતું કે, અધિકારીએ મારી હાથકડી એટલી ફિટ કરી હતી કે મારો એક હાથ વળી ગયો હતો. લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે તે ધરપકડ અંગે ફરિયાદની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments