ફૂદીના નો ઉપયોગ આપણા બધાના ઘરની અંદર થાય છે. સૌથી વધારે પસંદ આવતી ફુદીના ની વસ્તુ હોય તો તે છે પાણીપુરી. પાણીપુરી નું પાણી ફુદીના વગર એટલું સ્વાદિષ્ટ બનતું જ નથી અથવા તો ફુદીનાની ચટણી જે આપણા ભોજનની અંદર સ્વાદ ઉમેરવા ની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા કરે છે. ફુદીનો એક અલગ જ ઔષધી છે. ચટણી માં નાખવામાં આવતા મસાલા રૂપે ફુદીનો વાતહર ઔષધી તરીકે ખુબ જ જાણીતો છે. ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.
સામાન્ય રીતે ફુદીના નો ઉપયોગ દાંત મંજન, ટૂથપેસ્ટ, માઉથફ્રેશનર, કેન્ડી, વગેરે બનાવવા માટે કરવામાં આવતો હોય છે. તેના સિવાય આયુર્વેદમાં ફુદીના નો ઉપયોગ બીજા અનેક રોગો મા ઉપચાર તરીકે કરવામાં આવે છે. વિટામીન ની દ્રષ્ટિએ ફુદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી છે. ફુદીના માં વિટામીન એ વધારે પ્રમાણ માં મળી આવે છે.
જો ઉનાળા ની ઋતુ માં ફુદીના નો રસ અથવા કાચી કેરી નો રસ નું સેવન કરવા માં આવે તો સનસ્ટ્રોક ની સમસ્યા માં રાહત મળે છે.
જો કોઈ વ્યક્તિ ને પેટ માં ગેસ ની સમસ્યા હોય તો આવી સ્થિતિ માં અડધા ચમચી ફુદીના નો રસ એક કપ ગરમ પાણી માં નાંખી ને તેનું સેવન કરવાથી ગેસ માં રાહત મળે છે. જો કોઈ નું નાક બંધ હોય તો તાજા ફુદીના ના પાન ને સૂંઘવું ફાયદાકારક માનવા માં આવે છે.
જો કોઈ ને ખંજવાળ અથવા ગળા માં દૂખાવો થતો હોય તો ફુદીના નો ઉકાળો બનાવી તેનું સેવન કરવું . તેને બનાવવા માટે, એક કપ પાણી માં 10-12 ફુદીના ના પાન નાખો અને જ્યાં સુધી પણઇ અડધું ના થાય ત્યાં સુધી સરખી રીતે ઉકાળો. તે પછી, પાણી ને ગાળ્યા પછી, તેને એક ચમચી મધ સાથે લો. તેનાથી ખંજવાળ અથવા ગળા ની તકલીફ દૂર થશે.
જો કોઈ વ્યક્તિ ને મોઢા માંથી દુર્ગંધ આવવા ની સમસ્યા હોય, તો આવી સ્થિતિ માં, ફુદીના ના પાન ચાવો. જો તમે તેને પાણી થી કોગળા કરો છો, તો તે મોં ની દુર્ગંધ થી પણ છૂટકારો મળે છે. કોલેરા ની સમસ્યા માં પણ ફુદીનો નો ઉપયોગ કરી શકાય છે. સરખી માત્રા માં ફુદીનો અને ડુંગળી નો રસ, લીંબુ નો રસ મેળવી ને પીવા માં આવે તો તે કોલેરા માં ફાયદાકારક છે.
શરદી ખાંસી અથવા જૂની શરદી હોય તેના માટે તમે થોડો ફુદીનાનો રસ લો અને તેમાં મરી અને થોડું સંચળ મેળવી લો. અને જે રીતે આપણે ચા પીએ છીએ બસ તે જ રીતે આને ચાની જેમ ઉકાળીને પીવાથી શરદી ખાંસી અને તાવ માં ખુબ જલ્દી રાહત મળે છે. જો કોઈને ખુબ વધું હેડકી આવી રહી હોય તો તેના માટે તાજા ફુદીનાના કેટલાક પાંદડા ચાવવાથી દર્દીને તરત હેડકી બંધ થઇ જાય છે.
જો માસિક બરાબર અને સમય પર ના આવે ત્યારે ફુદીનાના સુકા પાંદડાનું ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણ ને દિવસ માં બે વાર મધની સાથે ભેળવીને નિયમિત રૂપથી થોડા દિવસ લેવાથી માસિક બરાબર આવે છે. અને સમય પર આવવા લાગે છે. જો ચહેરા પર જલન થઈ રહી છે, તો તાજા ફૂદીના પાન પીસી ને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા ને ઠંડક મળે છે.
જો કોઈ ને પેટ માં દુખાવો થાય છે, તો આ સ્થિતિ માં જીરું, કાળા મરી અને હીંગ સાથે ફુદીના નું સેવન કરવા થી રાહત મળશે. જો કોઈને વાગ્યું હોય અથવા પછી છોલાય ગયું હોય તો તે સ્થાન પર કેટલાક ફુદીનાના તાજા પાંદડા લઈને તેને વાટીને લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે.
જો ધાધર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તમે તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને પ્રભાવિત ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે. જો તમારી ત્વચા તૈલીય હોય તો તમારા માટે ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહેશે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો, ત્યારબાદ તમારા ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આ પ્રયોગ કરવાથી તમારી તૈલીય ત્વચા સરખી થઇ જાય છે, સાથે જ તમારા ચહેરા પરથી ખીલ અને કરચલીઓ દુર થાય છે.