ભારતમાં શીખોની વસ્તી કુલ વસ્તીના 1.7% છે, જ્યારે કેનેડામાં 2.1% શીખો રહે છે. હાલમાં ભારતના 13 લોકસભા સાંસદો શીખ છે, જ્યારે કેનેડામાં શીખ સાંસદોની સંખ્યા 15 છે. અંગ્રેજી અને ફ્રેન્ચ પછી પંજાબી કેનેડાની ત્રીજી મોટી ભાષા છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ 2016માં તો ત્યાં સુધી કહ્યું હતું કે મારી કેબિનેટમાં પીએમ મોદીની કેબિનેટ કરતાં વધુ શીખ મંત્રીઓ છે.
126 વર્ષ પહેલાં સુધી કેનેડામાં કોઈ શીખ રહેતા નહોતા. 1897માં આની શરૂઆત થઈ, જ્યારે બ્રિટિશ ભારતીય સેનામાં રિસાલદાર મેજર કેસર સિંહ કેનેડામાં સ્થાયી થયા. 1980 સુધીમાં આ સંખ્યા વધીને 35 હજાર થઈ ગઈ અને તે પછી તે અનેકગણી ગતિએ આંકડો 7.70 લાખને પાર કરી ગયો છે.
કેનેડામાં વસેલા શીખોના વસવાટ, વિસ્તાર અને પછી ખાલિસ્તાનીઓના ગઢ બનવાની સંપૂર્ણ કહાની…