ટીમ ઈન્ડિયાએ વનૃડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમની આ સતત 7મી જીત છે. ટીમ અહીં માત્ર 7 મેચ જ રમી છે.
રવિવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાને 400 રનના ટાર્ગેટનો ચેઝ કરવાનો હતો, પરંતુ વરસાદના કારણે તેને ડકવર્થ લુઈસ મેથર્ડ (DLS)થી 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પ્રસિદ્ધ ક્રિષ્ણાએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
400 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી નહોતી થઈ. 10 રનની અંદર ટીમના બે બેટર્સ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાએ મેથ્યુ શટ અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા.
ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો ટાર્ગેટ આપ્યો
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા અને કાંગારૂઓને 400 રનનો ટાર્ગેટ આપ્યો.
ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ભારતીય ટીમે 2013માં બેંગલુરુમાં 383 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનર શુભમન ગિલ (104 રન) અને શ્રેયસ અય્યર (105 રન)એ સદી ફટકારી, જ્યારે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે હાફ સેન્ચૂરી ફટકારી.
ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી કેમરોન ગ્રીને 2 વિકેટ લીધી. જોશ હેઝલવુડ, સીન એબોટ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી.
સૂર્યાની સતત બીજી ફિફ્ટી
સૂર્યકુમાર યાદવે સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. સૂર્યાની આ ચોથી વનડે હાફ સેન્ચૂરી છે. 72 રનની અણનમ ઇનિંગ રમી. તેણે 37 બોલમાં 194.59ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. સૂર્યાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સામેલ છે.
કેપ્ટન કેએલ રાહુલની હાફ સેન્ચૂરી
કેપ્ટન કેએલ રાહુલે વન-ડે કારકિર્દીની 15મી હાફ સેન્ચૂરી ફટકારી. રાહુલ 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 136.84ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. રાહુલની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ છે.
ગિલે આ વર્ષમાં પાંચમી સદી ફટકારી
ઓપનર શુભમન ગિલે પોતાની વન-ડે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી. તેણે આ વર્ષની તેની 5મી વન-ડે સેન્ચૂરી મારી. ગિલ 104 રન બનાવીને આઉટ થયો. તેણે 97 બોલમાં 107.21ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.
અય્યરની 88 બોલમાં સેન્ચૂરી
ત્રીજા નંબર પર રમવા આવેલા શ્રેયસ અય્યરે પોતાની વન-ડે કારકિર્દીની ત્રીજી સદી ફટકારી. તે 90 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો. અય્યરની ઇનિંગ્સમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ છે.
ગિલ-અય્યરની 200 રનની પાર્ટનરશિપ
16 રનમાં ગાયકવાડની વિકેટ ગુમાવ્યા બાદ ગિલ અને અય્યરે 200 રનની ભાગીદારી કરી. બંનેએ બીજી વિકેટ માટે 164 બોલમાં 200 રન જોડ્યા. આ ભાગીદારી સીન એબોટે તોડી હતી.
આ મેચ જીતીશું તો સિરીઝ પર ભારતનો કબજો
આ મેચ જીતીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની 3 વન-ડે શ્રેણી જીતી લેશે. હાલ ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. આ મેચમાં જીત સાથે, ભારતીય ટીમ એ પણ સુનિશ્ચિત કરશે કે તે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વિશ્વ કપમાં વિશ્વની નંબર 1 ટીમ તરીકે ઉભરી આવશે. ભારત અત્યારે નંબર-1 પર છે. વર્લ્ડ કપમાં નંબર-1 તરીકે પ્રવેશવા માટે ટીમ માટે શ્રેણીની બે મેચ જીતવી જરૂરી છે.
ભારતીય ટીમ આજ સુધી આ સ્ટેડિયમમાં એકપણ વન-ડે મેચ હારી નથી. ટીમે અહીં 6 મેચ રમી છે અને તમામ જીતી છે.
બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી
પેટ કમિન્સના સ્થાને સ્ટીવ સ્મિથ કેપ્ટનશિપ કરી રહ્યો છે. કાંગારૂ ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ભારતીય ટીમ એક ફેરફાર સાથે આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે.
પ્લેઇંગ-11
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શટ, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ અને સ્પેન્સર જોનસન
એકંદરે આંકડા કાંગારુઓની તરફેણમાં, ભારત હોલકરમાં અજેય
વન-ડે હેડ-ટુ-હેડના એકંદર આંકડા ઓસ્ટ્રેલિયન ટીમની તરફેણમાં છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 147 મેચ રમાઈ છે. જેમાંથી 82 ઓસ્ટ્રેલિયા અને 55 ભારતે જીતી છે. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ભારતીય ધરતીની વાત કરીએ તો બંનેએ ભારતીય મેદાન પર 68 મેચ રમી છે, જેમાંથી ભારતે 31 અને ઓસ્ટ્રેલિયાએ 32માં જીત મેળવી છે. 5 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. તેમજ હોલકરના મેદાન પર ટીમ ઈન્ડિયા અજેય છે. ટીમ અહીં એક પણ વન-ડે હાર્યું નથી.
ગિલ વર્ષનો ટોપ સ્કોરર, ગત મેચમાં ફિફ્ટી
ઓપનર શુભમન ગિલ ખેલાડીઓના પ્રદર્શનમાં ભારતનો ટોચનો ખેલાડી છે. તેણે આ વર્ષે 1126 રન બનાવ્યા છે. ગિલે આ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 74 રનની અડધી સદી ફટકારી હતી. આ મેચમાં પણ ગિલ શાનદાર રન બનાવી શકે છે.
બોલિંગમાં કુલદીપ યાદવ 2023માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જોકે તે આ મેચમાં ટીમનો ભાગ નહીં હોય. ટીમમાં સામેલ ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુરે આ વર્ષે 12 મેચમાં 19 વિકેટ ઝડપી છે.
ગિલ વર્ષનો ટોપ સ્કોરર, ગત મેચમાં ફિફ્ટી
ઓપનર શુભમન ગિલ ખેલાડીઓના પ્રદર્શનમાં ભારતનો ટોચનો ખેલાડી છે. તેણે આ વર્ષે 1126 રન બનાવ્યા છે. ગિલે આ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 74 રનની અડધી સદી ફટકારી હતી. આ મેચમાં પણ ગિલ શાનદાર રન બનાવી શકે છે.
બોલિંગમાં કુલદીપ યાદવ 2023માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જોકે તે આ મેચમાં ટીમનો ભાગ નહીં હોય. ટીમમાં સામેલ ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુરે આ વર્ષે 12 મેચમાં 19 વિકેટ ઝડપી છે.