હાથ અને પગની ખરાબ થઈ ગયેલી સ્કિનને મુલાયમ અને ગોરી બનાવશે
પેપરમિન્ટ સ્ક્રબ
1 કપ સિંધાલૂણ મીઠું
1 ચમચી ઓલિવ અથવા કોકોનટ ઓઈલ
3-4 ટીપાં પેપરમિન્ટ ઓઈલ
ઉપયોગ રીત : આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2-3 વાર 10 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. 10 મિનિટ બાદ ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી ટેનિંગ દૂર થશે અને સ્કિન મુલાયમ પણ બનશે.
કોકોનટ ઓઈલ અને સોલ્ટ સ્ક્રબ
1 કપ સિંધાલૂણ મીઠું
1 કપ નારિયેળ તેલ
3-4 ટીપાં એસેન્શિયલ ઓઈલ
1/4 કપ વિટામિન ઈ ઓઈલ
ઉપયોગ રીત : આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2-3 વાર 20 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. પછી ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી બેજાન સ્કિન દૂર થશે અને સ્કિન મુલાયમ બનશે.
લેમન સ્ક્રબ
2 કપ શુગર
1/4 નારિયેળ તેલ
1 લીંબુનો રસ અથવા 6-8 ટીપાં લેમન એસેન્શિયલ ઓઈલ
ઉપયોગ રીત : આ બધી સામગ્રીને બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને સપ્તાહમાં 2 વાર 5 મિનિટ સુધી હાથ-પગ પર સ્ક્રબિંગ કરો. પછી ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તેનાથી સ્કિન રિફ્રેશિંગ લાગશે અને ગોરી પણ બનશે.