Wednesday, November 20, 2024
HomeGujarati Newsઆત્મહત્યા:‘આ મારો છેલ્લો મેસેજ છે’ કહી યુવકે છઠ્ઠા માળેથી પડતું મૂક્યું

આત્મહત્યા:‘આ મારો છેલ્લો મેસેજ છે’ કહી યુવકે છઠ્ઠા માળેથી પડતું મૂક્યું

પ્રેમીકા સાથે કોઈક વાતે મનદુ:ખ થતા યુવકે પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનો વોઈસ મેસેજ કરી છઠ્ઠા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. અલથાણ ભીમરાડ ગામ સિધ્ધિ એલિસિસ નામની કન્સટ્રક્શન સાઈડ પર રહેતો અને રાજસ્થાનનો વતની મોહન ભાગોરા(21) ટાઈલ્સ ફીટ કરવાનું કામ કરતો હતો. બિલ્ડિંગના 6ઠ્ઠા માળેથી મોહને રવિવારે રાત્રે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું.

અલથાણ પોલીસને છઠ્ઠા માળેથી મોહનનો ફોન મળતા તેણે ત્યાથી દાદરના પેસેજમાંથી પડતું મુક્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાં મોહને આપઘાત પહેલા છેલ્લે તેની પ્રેમીકાને વોઈસ મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેણે ‘આ મારો છેલ્લો મેસેજ છે, હું આત્મહત્યા કરૂ છુ તું ખુશ રહેજે હું જાવ છું તારી જીંદગી માંથી’ કહ્યું હતું.

આ ઉપરાંત મોહને વોઈસ મેસેજ પહેલા કોલ કરી વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પ્રેમીકાએ કોલ રીસીવ કર્યો ન હતો. જેથી પ્રેમીકા સાથે કોઈક વાતે મનદુ:ખ થતા મોહને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments