જ્યારે કોઈ પુરુષ પ્રેમ સંબંધમાં પડે છે, ત્યારે તે પોતાની પ્રેમિકાની (ગર્લફ્રેન્ડ) સમક્ષ સારી ઈમેજ બનાવવાની ઈચ્છા રાખે છે. પરતું ઘણીવાર સારા બનવાના પ્રયાસમાં ભૂલો પણ કરી બેઠે છે અને પછી તેને અફસોસ કરવાનો વારો આવે છે. ભવિષ્યમાં તમારો સંબંધ કઈ રીતનો રહેશે એ મોટાભાગે તમે પ્રેમિકા સાથે શરૂઆતમાં કઈ રીતે વર્તો છો, તેના પર નિર્ભર કરે છે. અમે એવું નથી કહી રહ્યાં કે ગર્લફ્રેન્ડને સ્પેશલ ફીલ કરાવવું જોઈએ પરતું પોતાની કેટલીક પ્રવૃતિઓ પરેશાનીઓને જન્મ આપી શકે છે.
દરેક વાત માની લેવી : કોઈક શાયરે કહ્યું છે અને પછી તેના પર ગીત પણ બન્યું છે- ‘હો તુમ કો જો પસંદ વહી બાત કરેંગે’, પ્રેમમાં આ વાત બિલકુલ ફિટ બેસે છે. શું તમે પણ પોતાની ગર્લફ્રેન્ડની હામાં હા તો નથી કરતા ને. આંખ બંધ કરીને તેમની (ગર્લફ્રેન્ડ) બધી વાતો માની લેવાથી પણ સંબંધ લાંબુ નહિ ટકી શકે. આ મુદ્દે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિચારે છે. જો તમે અત્યારથી તેમની આદત બગાડી દેશો તો પછી એ તમારી સાચી વાતનો પણ સ્વીકાર નહિ કરે.
જરૂરિયાતથી વધુ ખર્ચ કરવો : સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષ પ્રેમમાં પડે છે ત્યારે મોટાભાગના કિસ્સામાં તેની ગર્લફ્રેન્ડના શોપિંગથી લઈને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવા સુધીનો તમામ ખર્ચ ઉઠાવવો પડે છે. મોટાભાગના છોકરાઓ જ બિલ ચૂકવે છે. ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવાના મામલામાં તમારું ખિસ્સું ખાલી થઈ શકે છે. જ્યારે તમારી પાસે પૈસા ન હોય તો ખુલ્લેઆમ તમારા પાર્ટનરને કહો કે પૈસા ખર્ચવા હંમેશા યોગ્ય નથી.
કાયમ આસપાસ વળગી રહેવું : ગર્લફ્રેન્ડની નજીક રહેવાની ઈચ્છા કોને નથી હોતી, પરંતુ હંમેશા વળગી રહેવું સારું નથી, કારણ કે શરૂઆતમાં તમને અને તમારી ગર્લફ્રેન્ડને તે ખૂબ ગમશે, પરંતુ તમે આ કામ લાંબા સમય સુધી કરી શકશો નહીં, કારણ કે સમય જતાં તમારી જવાબદારીઓ વધતી જશે અને સમય ઓછો ગાણવા મળશે, કદાચ ભવિષ્યમાં તમારો સાથી કહી શકે છે કે તમે હવે પહેલા જેવા રહ્યાં નથી.