મારા મત પ્રમાણે આદર્શ નામનો શબ્દ માત્ર પુસ્તકોમાં જ વાંચવા મળે છે કેમકે આજે ક્યાંય તમને આદર્શ જોવા નહીં મળે પછી તે સરકારી તંત્ર હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, રીક્ષાવાળો, શાકભાજીવાળો હોય કરિયાણાવાળો હોય, દૂધવાળા હોય શાળા કોલેજ કોઇપણ જાહેર સંસ્થા હોય, … ક્યાય પણ કોઈનામાં તમને આદત જોવા નહીં મળે, તો પછી સંબંધમાં પણ આદર્શ ક્યાંથી જોવા મળે ?
આદર્શ પાત્રો તો માત્ર રામાયણમાં જોવા મળે છે જેમાં રામ અને સીતા. સમાજના ડરથી પ્રભુરામ એ માતા સીતાનો ત્યાગ કર્યો અને પતિની આજ્ઞા માનીને સીતામાતાએ વનવાસમાં લવ અને કુશ ને જન્મ આપ્યો વધુમાં જો આદર્શ કહેવું જ હોય તો મંદોદરી ને પણ કરી શકો છો પતિ ના દરેક ખોટા કામમાં પતિને સહયોગ આપ્યો છે. વધુમાં રાવણ અપહરણ કરીને સિતાની પણ લાજ જાળવી રાખે છે. તો આને આદર્શ કહેવાય કે નહિ ?
આજની પરિસ્થિતિમાં પતિ જો જાહેરમાં પત્નીને એક આંખ પણ દેખાડે તો વાત વધીને છૂટાછેડા સુધી પહોંચી જાય છે બીજી બાજુ પતિ પણ વફાદાર ન કહી શકાય કેમ કે ક્યારેક ને ક્યારેક અન્ય સ્ત્રીઓના વિચાર મગજમાં આવી જ જાય છે.
આદર્શ ની વ્યાખ્યા તો એક બીજાને સહન કરવા, એકબીજાને પ્રેમ આપવો, એકબીજા માટે પોતાના કામનો, પસંદ નો ત્યાગ કરવો, ઘણીવાર જીવ પણ આપી દેવો આને આદર્શ પતિ પત્ની કહી શકાય.
વધુમાં આપણા પૂર્વજોએ જણાવેલ છે કે પત્નીની માંદગીમાં પતિ ની સાચી ઓળખ થઈ જાય.
અને પતિની ગરીબીમાં પત્નીની સાચી ઓળખ થઈ જાય.