આયુર્વેદમાં અનેક ઔષધીઓને સંજીવની સમાન માનવામાં આવે છે. ગંભીરથી ગંભીર રોગોનો ઈલાજ આયુર્વેદ માંથી મળી રહે છે. આમ આયુર્વેદને એમ કહી શકાય કે તે માણસ માટે વરદાનરૂપ છે. આથી જો તમે પણ કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તેનો ઈલાજ આયુર્વેદમાં રહેલ છે.
આજે અમે એક એવી જ સંજીવની સમાન ઔષધિ વિષે જણાવવા જય રહ્યા છીએ જેનું નામ છે નિરંજન ફળ, વિવિધ આયુર્વેદિક ઔષધિઓ માંથી એક છે આ ઔષધિ તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈને સુકવી લેવી વધારે હિતાવહ છે. નિરંજન ફળને અમરફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટેભાગે અમરફળનો ઉપયોગ પુરુષોની શારિરીક સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. તેનાથી વીર્ય સાથે જોડાયેલ સમસ્યાઓ, નપુસંકતા સહિત ઘણા રોગો દૂર થાય છે.
અમરફળ ના ફાયદા:
અમરફળનો ઉપયોગ કરવા માટે તેને પાણીમાં પલાળીને સાકર સાથે સેવન કરવું, અમરફળની છાલ કાઢીને તેનો ઉપયોગ કરવો. જો પત્નીમાં ગર્ભ ના રહેતો હોય તો પણ અમરફળ કારગર સાબિત થઈ શકે છે.
જે મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન પીડા અને દુખાવાનો સામનો કરી રરહી છે તેમના માટે તો અમરફળ સંજીવની સમાન છે. તેનાથી માસિક સ્ત્રાવ પણ નિયમિત આવશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.
જે દંપતી સંતાન પ્રાપ્ત કરવા માંગે છે તો તેના માટે આ ફળ ખુબ લાભદાયી છે. સ્ત્રીગર્ભ ધારણ કરવા માંગે છે તો પતિ અને પત્ની બંનેને આ ફળનું સેવન કરવું. આ માટે 3 જેટલા નિરંજન ફળ પાણીમાં પલાળીને રાત્રે મૂકી. તેને સવારે 5 થી 10 ગ્રામ સાકર સાથે બંને પતિ-પત્નીએ ખાવા. જો કે સ્ત્રી અને પુરુષમાં બંનેમાં વીર્ય વિકાર આવી જાય ત્યારે આ ફળ ઉપયોગી છે. તેનાથી વીર્યનું ઉત્પાદન પણ વધે છે.
આ સાથે સ્ત્રીઓને પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન અથવા તો સફેદ પાણી નિકળવાની સમસ્યા રહેતી હોય તો પણ અમરફળ દવા કરતા ઝડપી અસર કરે છે. ઘણી મહિલાઓને માસિક સ્રાવ આખા અઠવાડિયા સુધી થતો હોય છે આવામાં અમરફળ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને થોડોક સમય માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને મસળી નાખીને સાકર સાથે સેવન કરવાથી લાભ થઇ શકે છે.
ગુપ્ત સમસ્યાઓમાં પણ તમે અમરફળ નો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. આ સાથે વીર્ય માં વધારો થાય છે. જે સંતાન સુખ તરફ દોરી જાય છે.
બવાસીરની તકલીફ રહેતી હોય તો તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપયોગ કરવો. પાઇલ્સથી પીડીત લોકોએ રાત્રે સૂતા સમયે નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ તેને તે જ પાણીમાં વાટીને પિય લેવું. આમ કરવાથી પાઇલ્સમાં ખુબ જલ્દી આરામ મળવાની સંભાવના વધે છે. તેની એક ખાસ વાત એ છે કે, તે ખુબ જ સસ્તું મળે છે એક રુપિયાનું એક ફળ સરળતાથી મળી શકે છે.