હાલ આખા ભારતમાં નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. લોકો માતાજીની પૂજા, અર્ચના કરીને ગરબા લેતા હોય છે. પરંતુ આજના ગરબા એવા ગરબા છે કે જે ધીમે ધીમે ટ્રેડિશનલ સ્ટેપ તરફ વળી ગયા છે અને ધીમે ધીમે લોકો જૂની પુરાણી સંસ્કૃતિ, જુના ગરબા ને ધીમે ધીમે ભૂલી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અનેક એવા સમાજ અને અનેક એવા વિસ્તાર છે કે જ્યાં હજુ પણ જૂની પરંપરાગત સંસ્કૃતિ યાદ કરીને જૂના સ્ટાઈલમાં ગરબા રમવામાં આવતા હોય છે.
એવી ચેક વાત આપણે પોરબંદર ની કરીએ તો પોરબંદર માં મેર સમાજના ભાઈઓ અને મેર સમાજની બહેનો ભેગા થઈને રાસડા રમતા જોવા મળે છે અને મણીયારો નૃત્ય કરતા જોવા મળે છે. આ બાબત તે વધુ માહિતી મળી કે શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન ઉપર નવરાત્રીના પાંચમા નોરતા દરમિયાન આ ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે.
જેમાં મેર સમાજના લોકો પારંપરિક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષો ગરબા રમવા આવતા હોય છે અને મેર સમાજની એક ઝલક ઊભી કરવામાં આવતી હોય છે. આમાં મહિલાઓ પારંપરિક રીતે મહેર નો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલાઓ લાખો રૂપિયાના સોના ના દાગીના પહેરીને ને ભાતીગળ રીતે રાસ રમતા જોવા મળે છે.
આ દાગીનાઓની ચમક એટલી બધી હોય છે કે આખું ગરબા રમવાનું મેદાન જાણે કે ઝળહળી ઉઠ્યું હોય તેવું લાગે છે અને મણીયારો રાસ રમતી વખતે પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરીને મણિયારો રાસ રમતા હોય છે. સાથે સાથે મહિલાઓ ઢાળવો, કાપડો, ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રૂપિયાના સોના ના દાગીના પહેરીને ખૂબ જ લાયબદ્ધ ગરબા રમતા હોય છે અને આમાં લાખો રૂપિયાના ઘરેણા પહેરેલા હોય તો પણ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મેર સમાજની બહેનો ગરબા રમતા હોય છે અને લોકો આ જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે.
આ મેર સમાજ દ્વારા દર વર્ષે પાંચમા નોરતે આયોજન કરવામાં આવતું હોય છે. આવી ભાતીગળ સંસ્કૃતિને આજકાલ લોકો ખૂબ જ ભૂલી જતા હોય છે. એવા માં મેર સમાજ દ્વારા પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા આ સુંદર આયોજન કરવામાં આવે છે. જેનો વડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!