યુવાન દેખાવું અને મહેસુસ કરવું ભલા કોણ નથી ગમતું ? પરંતુ તમારી રોજની કેટલીક આદતો એવી હોય છે જે તમને ઘરડા દેખાડી શકે છે. હા, જો તમે સ્વસ્થ જીવનશૈલી જીવી રહયા છો તો તમને લાંબુ આયુષ્ય તો આપી શકે છે પણ તમને યુવાન પણ બનાવી શકે છે.
આપણામાંની મોટાભાગની સ્ત્રીઓ વૃદ્ધમાં પણ સુંદર રહેવા માંગે છે અથવા ઉમ્મર તો ભલે વધે પરંતુ અપને યુવાન દેખાવા જોઈએ. હવે તમે માની શકો છો કે તે બધું આનુવંશિક પર આધારિત છે, પરંતુ હકીકતમાં તેને ઘણા અનુશાસન અને સારી ટેવોથી પણ પ્રાપ્ત કરી શકાય છે.
આ લેખમાં અમે તમને કેટલીક ખરાબ ટેવો વિશે જણાવીશું જે તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેથી સ્વસ્થ, ચમકદાર અને જુવાન ત્વચા માટે શક્ય હોય ત્યાં સુધી આ આદતોને ટાળવાનો પ્રયાસ કરો.
1. ભૂખ વગર ખાવું : જયારે તમને ભૂખ લાગે છે ત્યારે તમારે સમજી જવું કે તમે છેલ્લે જે પણ ખાધું છે તે સારી રીતે પચી ગયું છે. જ્યારે તમને ભૂખ લાગી નથી અને તમે કઈ પણ ખાઓ છો ત્યારે તમે તમારા લીવર પર વધુ પ્રેશર આપી રહયા છો.
સૌથી સારો નિયમ છે જે તમારે અનુસરવાની ખાસ જરૂર છે તે છે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાવું. જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ના ખાવું અને ભૂખ ન લાગી હોય ત્યારે ખાવાથી તમારા આંતરડાને નુકસાન થઇ શકે છે અને તમારો મેટાબોલિજ્મ ઓછો થઈ શકે છે .
2. મોડી રાત્રે ખાવું : સૂર્યાસ્ત પહેલા અથવા સૂર્યાસ્ત સુધીમાં અથવા રાત્રે 8 વાગ્યા સુધી રાત્રિભોજન કરી લેવું જોઈએ. રાત્રે 9 વાગ્યા પછી મોડા ખાવાથી તમારું મેટાબોલિઝમ, લિવર ડિટોક્સ અને રાતની ઊંઘ પણ બગાડી શકે છે. તે સમય જતાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા તરફ પણ દોરી શકે છે.
3. અડધી રાત્રે સૂવું : રાત્રે સૂવાનો શ્રેષ્ઠ સમય છે 10 વાગ્યા સુધીનો. રાત્રે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો પિત્ત પ્રાધાન્ય સમય છે એટલે કે તમારું મેટાબોલિઝમ ચરમ પર હોય છે. જો તમે સાંજે 7-7:30 વાગ્યે ખાઈ લો છો અને વહેલા સૂઈ જાવ છો, તો તે બધું પચાવવામાં સરળતા રહે છે અને લિવર ડિટોક્સની સુવિધા આપે છે.
જે તમને તમારું વજન, સુગર લેવલ, એનર્જી જાળવવામાં મદદ કરે છે. તમે જે પણ ખાઓ છો તેમાંથી પોશાક તત્વોને શોષવાનો સમય પણ મળી રહે છે. અડધી રાત્રે ખાવાથી તમારી ઊંઘની ગુણવત્તા બગડે છે, જેનાથી માનસિક સમસ્યાઓ, વિટામિનની ઉણપ, આંતરડાનું સબંધિત સમસ્યાઓ થાય છે.
4. એક સમયે વધુ કામ કરવા : એક સાથે વધુ કામ કામ શરીરમાં વધારાનું કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) વધારે છે. એક સમયે એક કામ કરવાથી તમારી કાર્યક્ષમતામાં સુધારો થાય છે, તણાવ ઓછો થાય છે અને દિવસના અંતે તમે સંતુષ્ટ અને શાંતિનો અનુભવ કરો છો.
5. તમારી ક્ષમતા કરતાં વધુ કસરત કરવી : તમારી ક્ષમતા કરતાં વધુ કસરત કરો છો તો તમે વધુ થાક મહેસુસ કરો છો. તમને બ્લડ ડિસઓર્ડર, ડાયસ્ટોનિયા, ઉધરસ, તાવ, વધુ પડતી તરસ અને ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ઠંડીના વાતાવરણમાં અડધી તાકાત સુધી મહત્તમ કસરત કરી શકાય છે. તે કપાળ, હથેળીઓ અને જાંઘ પર પરસેવો આવવાથી સંકેત મળી જાય છે. જો આપણે પૌષ્ટિક ખોરાક લીધા વિના આપણા શરીરની ક્ષમતા કરતાં વધુ કસરત કરીએ તો તે ગંભીર વાત વૃદ્ધિ, પેશીઓની હાનિનું કારણ બની શકે છે.
જો તમે પણ 40 વર્ષની ઉંમરે પણ યુવાન રહેવા માંગતા હોવ તો તમારી આ આદતોમાં બદલાવ લાવી શકો છો. જો તમને આ માહિતી ખરેખર પસંદ આવી હોય અને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત વિશે વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.