Wednesday, November 20, 2024
HomeGujarati Newsછાશમાં આ 3 વસ્તુ મિક્ષ કરી પી લ્યો આંતરડામાં ગંઠાઈ ગયેલો વર્ષો...

છાશમાં આ 3 વસ્તુ મિક્ષ કરી પી લ્યો આંતરડામાં ગંઠાઈ ગયેલો વર્ષો જૂનામાં જૂનો મળ બહાર નીકળી જશે…

છાશ પીવાના ફાયદા આજના આર્ટિકલમાં અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેનાથી આંતરડા માં જામી ગયેલો વર્ષો જૂનો મળ દૂર થાય છે. જો કબજીયાત મટવાનું નામ ન લેતી હોય અને આંતરડામાં મળ જામી જવાથી વાયુ ની સમસ્યા રહેતી હોય, શરીરનો વાયુ કોઈપણ દવા લેવા છતાં પણ મટતો ન હોય ત્યારે આ વસ્તુ અસરકારક કામ કરે છે.

જો પેટમાં વાયુ હોય, પેટ ભરેલું રહેતું હોય ટોયલેટ ની સમસ્યા હોય, મળ કઠણ આવતો હોય, તો છાશ એનો અસરકારક ઉપાય છે, કારણકે છાશ એ ઉત્તમ સુપાચ્ય ગુણ ધરાવે છે. છાશમાં વિટામિન એ, બી, સી, ઇ અને કે હોય છે. ઉનાળામાં તેના સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં આ બધા પોષક તત્વો મળે છે.

છાશનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ આવે છે. આવી સ્થિતિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. માટે ડોકટરો ભલામણ કરે છે કે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં છાશનું સેવન કરો. તે પાણીની ઉણપ દૂર કરે છે.

છાશ લેવાથી ભોજન સરળતાથી પચે છે. આંતરડા એકદમ ચોખ્ખા રહે છે. પરંતુ આંતરડામાં જ્યારે જૂનો મળ જામી ગયો હોય ત્યારે છાશમાં આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લેવાથી, આંતરડામાં જામી ગયેલો મળ ફટાફટ છૂટો પડે છે. જેનાથી રાહતનો પ્રાપ્ત થાય છે.

છાશમાં ચપટી મરી, જીરું અને સિંધવ મીઠું નાખવાથી તે ખુબ અસરકારક કામ કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.

એ ઉપાય માટે સૌથી પહેલા એકદમ મોળી છાશ લેવી. જરા પણ ખાટી છાશ લેવાની નથી. ત્યારબાદ એક છાસ માં જીરું નાંખવું, ઉપરાંત તેમાં સિંધવ મીઠું અને અજમાનું ચૂર્ણ નાખવું. અજમો, જીરું અને સિંધવ મીઠું ત્રણે છાશમાં નાખીને બરાબર મિક્સ કરવું. આ છાસનું સેવન કરવાથી આંતરડા માં સુકાઈ ગયેલો મળ દૂર થાય છે.

આ છાશ માં નાખી લેવા જવાના કારણે વાયુની સમસ્યાથી છુટકારો મળે છે. એ સિવાય પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. જીરું ના કારણે ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે. પેટના નાના મોટા રોગોમા સિંધવ મીઠું અસરકારક કામ કરે છે. જ્યારે આપણે અજમો, જીરું અને સિંધવ મીઠુ મિક્સ કરેલી છાશનું સેવન કરીએ છીએ, ત્યારે એના ચોક્કસ ફાયદા પ્રાપ્ત થાય છે. છાશ નું સેવન કરવાથી ખોરાક સરળતાથી, ઝડપથી પચે છે અને પેટ હળવુંફૂલ બને છે.

આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.

આ સિવાય અજમો, સિંધવ મીઠું અને જીરું પાવડર વાળી છાશ પીવાના અનેક ફાયદા છે, જે આ પ્રમાણે છે.
– છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં છાશ પીવી જોઈએ.

– દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને અકાળે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

– પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે. પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવાથી ફાયદો થાય છે. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ ખુબ ફાયદાકારક હોય છે.

– તે એસિડિટીને નિયંત્રિત કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તેમના માટે છાશ ખૂબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ફેટ બર્નરનું કામ કરે છે અને વજનને નિયંત્રણ માં રાખે છે.

– ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિયમિત સેવન કરવું ગુણકારી છે.

– જો તમને પણ પેટની આવી કબજિયાત, વાયુ, અપચો પેટ ફુલવું જેવી સમસ્યાઓ હોય, તો છાશ માં આ ત્રણ વસ્તુ મિક્ષ કરીને છાશ પીવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments