જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે ગોચર કરે છે. ગ્રહ ગોચરની શુભ અને અશુભ અસરો તમામ ૧૨ રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ ૧૬ ઓક્ટોબરે મિથુન રાશિમાં ગોચર કરશે. મંગળના ગોચર કારણે તમામ રાશિઓને શુભ અને અશુભ અસરોનો સામનો કરવો પડશે પરંતુ કેટલીક રાશિના જાતકોએ તે સમય દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં મંગળના ગોચરને કારણે મહાદ્રરીદ્ર યોગ બની રહ્યો છે. આ યોગ દરમિયાન કેટલીક રાશિના જાતકોએ પૈસા અને સ્વાસ્થ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડશે. ચાલો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.
વૃષભ: મિથુન રાશિમાં મંગળ ગોચર થતાં જ મહાદરિદ્ર યોગ બનશે. જે આ રાશિના જાતકો માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થવાનો છે. જણાવી દઈએ કે આ રાશિના જાતકોની ગોચર કુંડળીના કેન્દ્રમાં કોઈ શુભ ગ્રહ ના હોવાને કારણે આવું થશે.
તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના સ્વામી શુક્ર કમજોર અને અસ્ત થઈ જશે જેના કારણે આ જાતકોને પૈસાની ખોટ થવાની સંભાવના છે. ધંધો ધીમો રહેશે. પૈસાનું ક્યાંય પણ રોકાણ ના કરો. તેમજ આ સમયે કોઈપણ વ્યક્તિને ઉધાર આપવાનું ટાળો.
સિંહ: મહાદરિદ્ર યોગ આ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. જણાવી દઈએ કે આ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે અને તેઓ ૧૭ ઓક્ટોબરે નીચ તુલા રાશિમાં પ્રવેશ કરશે. જયારે આ રાશિની ગોચર કુંડળીના કેન્દ્ર ગૃહમાં કોઈ શુભ ગ્રહ નથી. અને ધનના કારણે આ સમય દરમિયાન મૃત્યુ સ્થાન પર સ્થિત છે જેના કારણે આ યોગ બની રહ્યો છે. તેવી સ્થિતિમાં સિંહ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે પરંતુ વ્યાપારમાં કોઈપણ ડીલ ફાઈનલ થતી રહી શકે છે.
વૃશ્ચિક: આ યોગ આ રાશિના જાતકો માટે પણ અશુભ રહેશે. જણાવી દઈએ કે આ રાશિના સ્વામી મંગળ શત્રુ રાશિના મૃત્યુ ઘરમાં બેઠો છે. જેના કારણે પાપકર્તારી યોગ બની રહ્યો છે. જયારે કેતુની નવમીની દૃષ્ટિ પણ આ રાશિના જાતકો પર પડી રહી છે અને મધ્ય ગૃહમાં કોઈ શુભ ગ્રહ નથી. તેવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે.
હવે કોઈ નવું કામ શરૂ ના કરવું.લેણ- દેણમાં સાવધાની રાખવાની ખાસ જરૂર છે. વ્યાપારમાં ઓછો લાભ થશે.