એશિયા કપ 2022માં ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી નહીં અને એશિયા કપમાંથી બહાર થઈ હતી. હવે તમામ લોકોની નજર આગામી મહિને શરૂ થનાર વર્લ્ડ કપ તરફ રહેલી છે. વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. ટીમને મજબૂત બનાવવા આ 5 ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિક છેલ્લા ઘણા સમયથી ટીમમાં જોવા મળ્યો નથી પરંતુ તેણે પોતાની રમતથી બધાને ચોંકાવી દીધા હતા. આઇપીએલ 2022માં સારું પ્રદર્શન કરીને તેને આયર્લેન્ડ સામેની સિરીઝમાં રમવાની તક મળી હતી પરંતુ સિનિયર ખેલાડીઓ પરત ફરતા તે બહાર થયો હતો. હવે ફરી એકવાર ફાસ્ટ બોલિંગને મજબૂત બનાવવા માટે તેને સામેલ કરવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહર પણ વર્લ્ડ કપની ટીમમાં જોવા મળશે. તે તાજેતરમાં ઇજામાંથી બહાર આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયામાં પોતાની સ્વિંગની કળા બતાવી શકે છે અને ઘણી વિકેટો લઈ શકે છે. જેથી ભારતીય ટીમ તેનો ઉપયોગ કરશે તેને સ્થાન મળશે તે નિશ્ચિત છે. તે હવે ફરી એકવાર મુખ્ય બોલર બનીને જીત અપાવશે.
આ ઉપરાંત લોર્ડ ઠાકોર તરીકે ઓળખાતો શાર્દુલ ઠાકુર પણ ટીમમાં એન્ટ્રી કરી શકે છે. તેના રેકોર્ડ તરફ નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા ખાતે તે સફળ રહ્યો છે. તે પોતાની ચાર ઓવર દરમિયાન ટીમને ઘણી વિકેટ અપાવી શકે છે. આ ઉપરાંત તે થોડી બેટિંગ પણ કરી શકે છે. જેથી ટીમને બેટિંગ લાઇનનો પણ વિકલ્પ મળી રહે છે. ટીમને મજબૂત બનાવવા આવા નિર્ણય લેવામાં આવી શકે છે.
આ ઉપરાંત બેટિંગ લાઇનની વાત કરીએ તો પંત છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ રહ્યો છે જેથી ઈશાન કિશનને બેકઅપ વિકેટકીપર તરીકે સ્થાન મળશે. તે બેકઅપ ઓપનર તરીકે પણ જવાબદારી નિભાવશે. તેણે અત્યાર સુધી ઘણી મોટી રમત બતાવી છે. સિનિયર ખેલાડીઓના કારણે તે બહાર થયો હતો પરંતુ હવે તેની જરૂર પડી છે. જેથી તેને સ્થાન આપવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન પણ ટીમમાં એન્ટ્રી કરી શકે છે. તે ખૂબ જ વધારે અનુભવ અને ઘાતક બેટિંગ ધરાવે છે. થોડા સમય પહેલા જ બીસીસીઆઇના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં જોવા મળશે. તે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને બહાર કાઢવા માટે મદદગાર રહે છે.