તમને જાણીને નવાઇ લાગશે પરંતુ લસણ ખાવાની આ સૌથી શ્રેષ્ઠ રીત છે. જો તમને એવું લાગે છે કે તમે લસણની કળી એકલી તો ચાવી જ ન શકો તો તમે શેકેલી લસણની કળી ખાઇ શકો છો અથવા તો પછી લસણની કેપ્સ્યુઅલ પણ લઇ શકો છો. પરંતુ સર્વશ્રેષ્ઠ પરિણામ કાચા લસણની કળી જ આપે છે.
– તમે સવારના પહોરમાં લસણની કળી ચાવીને ખાઇ જાવ એટલે તમારા શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. થોડા દિવસ સુધી આ ઉપાય કરવામાં આવે તો તમે મહેસૂસ કરી શકશો કે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા વધારે સારુ થઇ ગયુ છે. જાણો લસણની કળી ખાવાથી થતા ફાયદા…
– સવારે લસણ ચાવીને ખાવાથી હાઇપર ટેન્શન ઘટે છે અને શરીરના લોહીના ગઠ્ઠા જામવાની શક્યતા ઘટી જાય છે. લસણ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે જેને કારણે લોહીનુ પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે.
– લસણ હૃદય રોગની સામે રક્ષણ આપે છે. તે તમારી નળીઓને સાંકડી થતા અથવો તો કડક થતા અટકાવે છે. નળીઓમાં સંકડાશને કરાણે જ બ્લડ ક્લોટ અને હાર્ટ એટેક થાય છે આથી નિયમિત રીતે જો લસણ ખાવામાં આવે તો આ મુશ્કેલીનો ઉકેલ આવી જાય છે.
– લસણ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રેલ ઘટતા હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે.
– લસણ ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે શરીરમાં ઈન્સ્યૂલિયનનું પ્રમાણ વધારે છે. આથી તે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે અને બ્લડ શુગરને નિયમિત બનાવે છે .
– રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ કરતા ઉત્તમ બીજુ કશું જ નથી. લસણમાં પોટેશિયમ, વિટામિન સી, બી 6 અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આથી માંદા પડો ત્યારે દવાને બદલે લસણ ખાવાનું શરૂ કરી દીધુ. તાવ આવતો હોય કે શરદી થઇ હોય તો તેમાં લસણ અક્સીર ઉપાય છે.
– લસણ કેન્સર સામે રક્ષા આપે છે. લસણ શરીરમાં કુદરતી રીતે એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે જેને કારણે તે શરીરને ડેમેજ થતુ અટકાવે છે.
– લસણ આપણા શરીરને બીજા મિનરલ્સ શોષવામાં મદદ કરે છે, નપુંસકતાની તકલીફ દૂર કરે છે. ઇન્ફેક્શનમાં રાહત આપે છે, હાડકાના રોગોમાં રક્ષણ આપે છે અને લીવરની આસપાસ જામી ગયેલી ચરબી દૂર કરે છે.