લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા છે. લિઝ ટ્રસ ભારતીય મૂળના મજબૂત પ્રતિસ્પર્ધી ઋષિ સુનકને પછાડતા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટાયા છે. ચૂંટણીમાં જીત મેળવાનારા લિઝ ટ્રસને 80 હજાર 326 વોટ મળ્યા. જ્યારે ઋષિ સુનકને 60 હજાર 399 વોટ મળ્યા હતા. બ્રિટનમાં વડાપ્રધાન પદની ચૂંટણી દરમિયાન ઋષિ સુનક ફક્ત યુકે જ નહીં પણ ભારતમાં પણ એટલા જ ચર્ચામાં રહ્યા. ચૂંટણીમાં રૂષિ સુનકની દાવેદારી મજબૂત મનાતી હતી. પણ છેલ્લા સમયમાં લિઝ ટ્રસે બાજી મારી લીધી. વડાપ્રધાન બનતા બનતા રહી ગયેલા ઋષિ સુનકની હાર પાછળ કેટલાક કારણો કહેવાઇ રહ્યા છે.
ચૂંટણીમાં જીત અને હારના અલગ અલગ ફેક્ટર્સ હોય છે, પણ મીડિયા રિપોર્ટસ અનુસાર, ઋષિ સુનકની ઉપર તેમની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન બોરિસ જોન્સને દગાખોરીનો આરોપ લગાવ્યો હતો. આ કારણે સુનકની છબિને ચૂંટણીમાં નુકસાન પહોંચ્યું. પાર્ટીના કેટલાક નેતાઓનો આરોપ હતો કે, વડાપ્રધાન બોરિસ જોન્સનને ગાદી પરથી ઉતારવા પાછળ ઋષિ સુનકની મહત્ત્વની ભૂમિકા છે. કેટલાક આરોપ લગ્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સને પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોન્સનથી પહેલા તેમની સરકારના કેટલાક મહત્ત્વના લોકો રાજીનામું આપી ચૂક્યા હતા, જેમાં પહેલું નામ ઋષિ સુનકનું જ હતું. બોરિસ જોન્સનના રાજીનામા બાદ એવી ચર્ચાઓ થવા લાગી કે, વડાપ્રધાન બોરિસના હાથમાંથી સત્તા જવા વાછળ ઋષિ સુનકનું રાજકારણ હતું.
બીજી બાજુ એ ચર્ચાઓ જોર પકડી રહી હતી કે, બોરિસ જોન્સનના રાજીનામા પછી તુરંત બાદ ઋષિ સુનકે પાર્ટી નેતાના પદ માટે પોતાની દાવેદારી ગણાવતા સોશિયલ મીડિયા પર રેડી ફોર ઋષિ કેમ્પેન શરૂ કરી દીધું. જ્યારે લિઝ ટ્રસને ચૂંટણી કેમ્પેન દરમિયાન બોરિસ જોન્સનના વફાદારના રૂપમાં જાહેર કરવામાં આવ્યા.
લિઝ ટ્રસે પોતાના કેમ્પેનમાં એ વાત રીપીટ કરી કે, તેઓ બોરિસ જોન્સનના વફાદાર છે. લિઝ ટ્રસે કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન જોન્સનની આકાંક્ષાઓને પૂરી કરવામાં પોતાનો સહયોગ આપ્યો, જેથી વર્ષ 2019ના મેનિફેસ્ટોમાં કરેલા દાવાઓને પૂરા કરવામાં આવી શકે. ચૂંટણી કેમ્પેનની શરૂઆતમાં તો ઋષિ સુનકને પોતાની પાર્ટીના નેતાઓનું શાનદાર સમર્થન મળી રહ્યું હતું. પણ અંતિમ સમય સુધી આવતા આવતા તેમણે સાજિદ જાવેદ, નદી જાહવી સહિત કેટલાક સાંસદોનું સમર્થન ગુમાવી દીધું. ઋષિ સુનક ચૂંટણીના છેલ્લા રાઉન્ડ સુધી નબળા પડતા જઇ રહ્યા હતા અને લિઝ ટ્રસ આગળ વધતા ગયા. ઋષિ સુનકને લઇને YouGovના સર્વેમાં કહેવાયું કે, નાણાંમંત્રી રહેતા તેમની ટેક્સ નીતિ અને પ્રદર્શનથી 8 ટકા લોકો ખુશ ન હતા. જ્યારે, 7 ટકા લોકોને રૂષિ સુનકની ક્ષમતા પર ભરોસો નહતો. જ્યારે, 5મા દિવસે માનવામાં આવ્યું કે, ઋષિ સુનક જમીની નેતા નથી.
કેટલાક નેતાઓએ ઋષિ સુનકની દાવેદારીને એટલા માટે પણ નબળી ગણાવી કારણ કે, તેમને લાગતું હતું કે, યુકેની આગામી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી વિરૂદ્ધ કન્ઝર્વેટિવ પાર્ટીને જીત અપાવવા માટે ઋષિ સુનક કાબેલ નથી. જ્યારે, યુએસ ગ્રીન કાર્ડને લઇને એક ખુલાસો પણ ઋષિ સુનક વિરૂદ્ધ રહ્યો. તેમાં એના પર આરોપ લાગ્યો હતો કે, યુકેમાં ચાન્સેલર પદ પર રહેતા પણ તેઓ યુએસ ગ્રીન કાર્ડધારક હતા. ઋષિ સુનક ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઇ છે. ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ સાથે તેમની પહેલી મુલાકાત વર્ષ 2006માં સ્ટેનફોર્ડમાં અભ્યાસ દરમિયાન થઇ હતી. લગ્ન બાદ બંને થોડા વર્ષો સુધી અમેરિકામાં રહ્યા હતા. યુકેમાં ડ્યુઅલ સિટિઝનશિપ માન્ય છે, એવામાં કેટલાક નેતાઓને સુનકની ભવિષ્યની યોજનાઓને લઇને ચિંતાઓ પણ હતી.
જ્યારે ઋષિ સુનક વિશે ગ્રીન કાર્ડનો ખુલાસો થયો તો તેમણે એ માન્યું કે, તેમની પાસે ચાન્સેલર પદ હોવા છતાં પણ 18 મહિનાઓ સુધી યુએસ સિટિઝનશિપ હતી, પણ તેમણે ઓક્ટોબર 2021માં તેને રદ્દ કરાવી દીધી હતી. ઋષિના ધનવાન સાસરા પક્ષની છબિના કારણે પણ ચૂંટણીમાં નુકસાન પહોંચ્યું. ઋષિ સુનકના લગ્ન ભારતના ઘણા ધનવાન ઘરમાં થયા છે. ઋષિ ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઇ છે, જે ભારતના સૌથી ધનવાન લોકોમાંના એક છે. પિતાની કંપનીમાં ઋષિના પત્ની અક્ષતા મૂર્તિના પણ શેર છે. એવામાં જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું તો ઋષિ સુનક પણ વિવાદોમાં ઘેરાયા. તેનું કારણ એ હતું કે, જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયુ તો ઋષિ સુનક રશિયા વિરૂદ્ધ પ્રતિબંધોની માંગ કરી રહ્યા હતા તો બીજી બાજુ તેમના સસરા અને પત્નીની કંપની ઇન્ફોસિસનું કામ રશિયામાં પણ ચાલુ હતું.
ઋષિ સુનકે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમના પત્ની બ્રિટનમાં ચૂંટાયેલા સાંસદ નથી. ઋષિ સુનકે કહ્યું હતું કે, ઇન્ફોસિસના કામ કારોબારને લઇને તેમની જવાબદારી નથી બનતી. ઋષિ સુનકે કહ્યું હતું કે, હું એક ચૂંટાયેલો નેતા છું અને હું જે કાર્યો માટે જવાબદાર છું, તેમની ચર્ચા માટે હું અહીં હાજર છું.