ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના વસ્ત્રાપુર(Vastrapur) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે, પુત્રી અને પત્ની સાથે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શા માટે આ અંતિમ પગલું ભરવા માટે મજબુર બન્યા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
એકાઉન્ટ શાખામાં કામ કરતા કોન્સ્ટેબલનો આપઘાત:
ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં કામ કરતા કોન્સ્ટેબલે પોતાની પત્ની અને પુત્રી સાથે આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે. કોન્સ્ટેબલે પત્ની અને પુત્રી સાથે 12 માં માળેથી ઝંપલાવીને જીવનનું અંતિમ પગલું ભર્યું છે.
કોન્સ્ટેબલના પિતા ભાજપમાં કાર્યકર્તા:
મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલ કુલદીપસિંહ સિહોરના વતની છે અને તેના પિતા બીજેપીમાં કાર્યકર્તા છે. પહેલા પત્નીએ પડતું મૂક્યું અને ત્યારબાદ દીકરી સાથે કુલદીપ સિંહ પણ આપઘાત કરી લીધો છે.
પોલીસ બેડામાં છવાયો માતમ:
કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા કુલદીપ સિંહ ના આપઘાત મામલેના સમાચાર સાંભળીને પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કયા કારણોસર કોન્સ્ટેબલે પોતાની પત્ની અને પુત્રી સાથે આપઘાત કરીને અંતિમ પગલું ભર્યું તે અંગે જાણકારી સામે આવી નથી.