નવી દિલ્હી: આવકવેરા વિભાગે(Income Tax Department) 7 રાજ્યો(Stats)માં દરોડા(Raid) પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા રાજકીય ફંડિંગ(Political Funding) માટે પાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh), રાજસ્થાન(Rajasthan), છત્તીસગઢ(Chhattisgarh)માં આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. યુપીમાં સમાજવાદી ક્રાંતિકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલ રાયના ઘરે આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. તેમનું હુસૈનગંજના ચિત્વાપુર વિસ્તારમાં રહેઠાણ છે. તેમજ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે. તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મંત્રી છે. આ સિવાય આવકવેરા વિભાગે છત્તીસગઢમાં ઘણા વેપારીઓના ઘર પર દરોડા પાડ્યા છે. રાયપુરમાં દારૂના વેપારી અમોલક સિંહ ભાટિયાના ઘરે ITના દરોડા ચાલુ છે.
અમદાવાદની યુનિવર્સિટી ITની રડારમાં
અમદાવાદમાં પણ આવકવેરા વિભાગે દરોડા સતત ચાલુ રહ્યાં છે. શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી. આ અગાઉ ચિરિપાલ ગ્રુપ સહિતનાં ઠેકાણે દરોડા પડ્યા હતા. ત્યારે હવે બુધવારનાં રોજ સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. સિલ્વર ઓક યુનિવર્સિટીને હાલમાં જ માન્યતા મળી છે. જેના પગલે યુનિવર્સિટીમાં અનેક નવા કોર્સ શરુ થયા છે. જેથી મોટા ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે.
આ રાજ્યોમાં પાડ્યા દરોડા
સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા રજિસ્ટર્ડ અનરિક્ગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP) અને તેમની સંલગ્ન સંસ્થાઓ, ઓપરેટરો અને અન્ય સામે સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ચૂંટણીપંચની ભલામણ પર પગલાં લેવાયા:સુત્રો
સૂત્રોનું માનીએ તો, ચૂંટણી પંચ (EC)ની ભલામણ પર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેણે તાજેતરમાં RUPPની યાદીમાંથી 87 સંસ્થાઓને દૂર કર્યા છે. ભૌતિક ચકાસણી દરમિયાન અસ્તિત્વમાં ન હતું. દૂર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તે નિયમો અને ચૂંટણી કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ 2,100 થી વધુ નોંધાયેલ અમાન્ય રાજકીય પક્ષો સામે પગલાં લઈ રહ્યું છે. આ અંતર્ગત આ તમામ રાજકીય પક્ષો નાણાંકીય ફાળો ભરવા અંગે તેમના સરનામા અને પદાધિકારીઓના નામ અપડેટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આમાંના કેટલાક પક્ષો ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા હતા.