Wednesday, November 20, 2024
HomeBusinessશું તમે જાણો છો કે JIO ને લોન્ચ કરવાનો વિચાર મુકેશ અંબાણી...

શું તમે જાણો છો કે JIO ને લોન્ચ કરવાનો વિચાર મુકેશ અંબાણી ને કોણે આપ્યો ? JIO ને લોન્ચ કરવાનો વિચાર મુકેશ અંબાણી નો નહીં પરંતુ…

ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી નું નામ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર દુનિયામાં પણ છે. મુકેશ અંબાણી આજે વિશ્વના 12 માં સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. છ વર્ષ પહેલા મુકેશ અંબાણીએ એક મોટું સાહસ ભર્યું હતું. એટલે કે છ વર્ષ પહેલા મુકેશ અંબાણી એ જીઓ સીમકાર્ડ ની શરૂઆત કરી હતી. શું તમે જાણો છો મુકેશ અંબાણીને જીઓ સીમ કાર્ડની શરૂઆતનો વિચાર કેવી રીતે અને ક્યાંથી આવ્યો? આ વિચાર આવવા પાછળ શું કારણ જવાબદાર છે?

રિલાયન્સ જીઓ ને લોન્ચ કર્યા ને છ વર્ષ પૂરા થઈ ગયા છે. પાંચ સપ્ટેમ્બર 2016 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ટેલિકોમ સેક્ટરમાં પોતાનો પગ રાખ્યો. અને જીઓ ને લોન્ચ કર્યું હતું. પાછળના છ વર્ષમાં જીઓ એ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો બદલાવ લાવી દીધો. જીઓ ની વાત કરવામાં આવે તો જીઓ આવવાની પહેલા ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં તેનું સૌથી પહેલું ફોકસ વાતો કરવા ઉપર હતું. એટલે કે ફોનમાં વાતો કરીએ છીએ આપણે તેના ઉપર હતું.

આ આઈડિયા મુકેશ અંબાણીને ક્યાંથી આવ્યો. તેના બાબતે જાણીએ તો વર્ષ 2018 માં મુકેશ અંબાણી એક લંડન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેને આ જાણકારી આપી હતી જીઓ બાબતે તેને કહ્યું કે જીઓ નો આઈડિયા તેને તેની પુત્રી ઈશા અંબાણી પાસેથી મળ્યો હતો. વર્ષ 2011માં જ્યારે તેની પુત્રી ઈશા અંબાણી યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે તે રજાઓના દિવસોમાં ઘરે આવી હતી. આ સમયે તેને પોતાના પિતા મુકેશ અંબાણીને ફરિયાદ કરતા કહ્યું હતું કે તેને ઇન્ટરનેટનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ પડે છે.

ત્યારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે આવનારો સમય ઇન્ટરનેટનો જમાનો હશે. બસ આ વાત મુકેશ અંબાણીને કાને પડી અને તેને જીઓ લોન્ચ કરવાનું સપનું જોઈ લીધું અને તેને જીઓ ને લોન્ચ કરીને આખા ભારતમાં તહેલકો મચાવી દીધો હતો. જીઓની સર્વિસની વાત કરવામાં આવે તો જ ભારતમાં સૌથી વધુ જીઓ ના જ વપરાશ કરતા જોવા મળે છે. જીઓના દર લોકો ને પોસાય તેવા જાણવા મળે છે.

જ્યારે મુકેશ અંબાણીએ આ કાર્ડ શરૂ કર્યું હતું ત્યારે તેણે લોકોને એક વર્ષ સુધી સાવ ફ્રી માં સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જોકે ત્યારે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો હાલમાં બજારમાં જીઓના નામનો ડંકો વાગી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments